અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
ખેડૂત મૂંઝાયો : જિલ્લામાં કેટલાક વિસ્તારમાં હજુ ખેતી બાકી, સતત વરસેલા વરસાદ થી ખેડૂત લાચાર બન્યો
ખાસ કરીને ખેડૂત ચોમાસાની સીઝનમાં શરૂઆત ના સમયે ખેતી કરતો હોય છે અને મુખ્ય ખેતી ચોમાસા ઋતુને આધારે થતી હોય છે પરંતુ આ વર્ષ એ કુદરત કંઈક અલગજ વિચાર્યું હશે જેને લઇ કેટલાક ખેડૂતો જે માત્ર ખેતી પર જ પોતાનું ગુજરાન ચલાવે છે, તેવા ખેડૂતો ની દશા કફોડી બની છે જેનું કારણ છે અવિરત વરસી રહેલ વરસાદ
અરવલ્લી જિલ્લામાં શરૂઆત થી જ વરસાદ અવિરત શરૂ છે છેલ્લા 20 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ને ખેતી કરવાનો સમય પણ નથી મળતો. ક્યાંક આશા જાગે કે ખેતી કરીએ પરંતુ થોડીક ક્ષણોમાં વરસાદ વરસે છે જેને લઇ હાલ જગતનો તાત અવિરત વરસતા વરસાદને લઈ મૂંઝાયો છે કારણ કે ખેતી કરવી તો કયા સમયે કરવી તે પણ એક સવાલ છે ત્યારે જિલ્લામાં હજુ પણ કેટલાક વિસ્તારો છે જ્યાં ખેડૂતો એ પોતાના ખેતરમાં ખેતી કરી શક્યા નથી.