ઝઘડિયા ના સુલતાનપુરા માં ઝઘડતા કપીરાજે વૃદ્ધા ને ધક્કો મારી પાડી દેતા ફ્રેકચર થયુ
સુરેશભાઇ પ્રજાપતિ ના માતા સોમીબેન સ્ટેટ બેંક તરફથી તેમના ધરે જતી વેળા ધટના બની.
ઝઘડિયા સુલતાનપુરા વિસ્તારમાં છેલ્લા કેટલા દિવસોથી કપીરાજોએ આતંક મચાવ્યો છે, રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ, વિદ્યાર્થીઓ, બાઇક સવારો પર કપીરાજના હુમલાના બનાવો પણ બન્યા છે,સુલતાનપુરા વિસ્તારમાં એક શાળાના કંપાઉન્ડ માં પણ કપીરાજે આતંક મચાવી વિધાર્થીઓની પાછળ દોડી ભયભીત કરી દીધા હતા, ગતરોજ ઝઘડિયાના શિક્ષક સુરેશભાઈ પ્રજાપતિ ના માતા સોમીબેન બાબુલાલ પ્રજાપતિ સ્ટેટ બેંક તરફથી પંચાયત કચેરી થઈ તેમના ધરે જતા હતા તે દરમિયાન બે કપીરાજો ઝઘડતા ઝઘડતા આવ્યા હતા અને રસ્તા પરથી પસાર થતા સોમીબેન ને ધકકો મારી પાડી દીધા હતા, સોમીબેન નીચે પડી જતા તેઓ અર્ધ બેભાન હાલતમાં આવી ગયા હતા જેથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, કપીરાજ ના ધક્કા થી પડી ગયેલા સોમીબેનને જમણા પગે ફ્રેકચર થયુ હોવાનું તબીબોએ જણાવ્યું હતું, ઝઘડિયા ગ્રામ પંચાયત દ્વારા અને વન વિભાગ દ્વારા કપીરાજોના આતંક સામે તેને પકડવાની તથા અન્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક માંગ ઉભી થઇ છે.
ઈરફાનખત્રી
રાજપારડી