BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં ગતરોજ સાંજના સમયે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં બે પરિવારના લોકો એક બીજા પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની માહિતી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં ગતરોજ સાંજના સમયે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં બે પરિવારના લોકો એક બીજા પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની માહિતી મળી છે.જેમાં કુલ ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા પાલેજ પોલીસે બંને પક્ષ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જેમાં ટંકારીયા ગામમાં રહેતા ઈમરાન અબ્દુલ કાદરે નોંધાવેલી ફરિયાદ મુજબ જોઈએ તો ઇમરાન તેમના ગામમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા ફારુક બસેરીને નવ મહિના પહેલા રિપેર કરાવવા આપેલો પંખો લેવા ગયા હતા,તે સમયે ફારુક બસેરીએ ઇમરાનને કહ્યું હતું કે,તારી પાસેથી મેં પંખો લીધો નથી મે અઝીમભાઈ પાસેથી પાંખો લીધો છે તું અહીંયાથી જતો રહે નહી તો મારીશ જેથી ઈમરાન ત્યાંથી નિકળીને મક્કા મસ્જિદમાં નમાજ પઢવા ગયા હતા.ઇમરાન નમાઝ પઢીને ઘરે જતો હતો તે સમયે સોકત યાકુબભાઈ બસેરી અને તેનો બનેવી મ્હોસિન મહોમદ તેની પાસે આવીને તું ફારુકભાઈ જોડે કેમ દાદાગીરી કરતો હતો તેમ કહી મહોસીને ઇમરાનનું ગળું પકડી લીધેલ અને સોકતે તેના હાથમા રહેલ છરી વડે તેના પર હુમલો કરીને માર માર્યો હતો. આ સમયે યુનુસ આદમ ગણપતિએ પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યાર બાદ ઇમરાનને ત્યાંથી ભાગીને બાઇક લઈને હોસ્પિટલ જતો હોય ત્યારે કિશનાદ ફાટક પાસે બેહોશ થઈ જતા કોઈ ઈસમે તેને પાલેજ CHC હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો.

જ્યારે સામે પક્ષમાં સોકત બસેરીએ નોંધાવેલી ફરિયાદમાં જોઈએ તો સોકત બસેરીના કાકા ફારુક બસેરી ટંકારીયા ગામમાં ઇલેક્ટ્રોનિકની દુકાન ચલાવે છે.તેમની દુકાને એક વર્ષ પહેલા અઝીમ યાકુબ હાંડલીયા નામનો વ્યક્તિ પંખો રિપેર કરવા માટે આપી ગયો હતો.ત્યાર બાદ ગતરોજ ઇમરાન નામના વ્યક્તિએ આવીને સોકત બસેરીના કાકા ફારુક સાથે કેવો પંખો આપ્યો કે બગડી ગયો કહીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો.જેની જાણ ફારુકભાઈએ સોકત બસેરીને કરી હતી જેથી સોકત બસેરી અને સમીર બસેરી ઈમરાનને સમજાવવા માટે તેના ઘરે જતા હતા તે સમયે ઈમરાન તેમને મક્કા મસ્જિદ નજીક જ મળી જતાં તેઓ વાતચીત કરી રહ્યા હતા તે સમયે નજીક જ રહેતા ઈમરાનનો નાનો ભાઈ ફૈઝુ અબ્દુલ્લા કાદરે હાથમાં છરો લઈને દોડી આવતા ઇમરાને પણ પોતાની પાસેના છરો વડે બંને ભાઈઓએ સોકત અને સમીર પર હુમલો કરી દીધો હતો. જેમાં સોકત બસેરીને હાથના ભાગે અને સમીરને પીઠના ભાગે છરો વાગતા બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં પાલેજ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોધીને તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!