GUJARATJUNAGADHKESHOD

કેશોદ કોળી સમાજના ૩૨ માં સમુહલગ્નમાં ૩૫ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા…

કેશોદ કોળી સમાજના ૩૨ માં સમુહલગ્નમાં ૩૫ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા...

કેશોદના માંગરોળ રોડ પર કોળી સમાજ દ્વારા ૩૨ માં સમુહલગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ કોળી સમાજ આયોજિત સમુહલગ્ન કાર્યક્રમમાં જોડાયેલા ૩૫ નવદંપતિઓને શુભેચ્છા આશીર્વાદ આપવા કોળી સમાજના સાસંદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત પ્રતિનિધિઓ અને જ્ઞાતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. કેશોદ ખાતે યોજાયેલા કોળી સમાજના સમુહલગ્નમાં દાતાઓના સહયોગથી સોના ચાંદીના દાગીના, ફર્નિચર, વાસણો, કપડાં, ઘરવપરાશની વસ્તુઓ દિકરીઓને કરિયાવરમાં આપવામાં આવી હતી. કેશોદ શહેર તાલુકા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતાં ત્યારે આરોગ્યલક્ષી સેવાઓ માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને નિષ્ણાત ડોકટરો દ્વારા દર્દીઓ ને તપાસવામાં આવ્યાં હતાં. કેશોદના આંગણે કોળી સમાજના સમુહલગ્નમાં આર્થિક સહયોગ આપનાર દાતાઓ મહેમાનો નું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરના માંગરોળ રોડ પર યોજાયેલા ૩૨ માં કોળી સમાજના સમુહલગ્નમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવવા શિક્ષિત બની ઉજ્જવળ ભવિષ્ય સાથે સમૃધ્ધ સમાજ બનાવવા અપીલ કરી હતી.કેશોદ ખાતે યોજાયેલા કોળી સમાજના સમુહલગ્નમાં સમુહ ભોજન સમારોહમાં યુવાનો દ્વારા કોઈ પ્રકારની અગવડતા પડે નહિ એવી સુંદર વ્યવસ્થા કરી હતી

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!