તા.૨૨.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahid:દાહોદના ભોઈવાડા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી
આજરોજ તા.૨૨.૦૨.૨૦૨૫ શનિવાર ૧૨:૦૦ કલાકએ વાત કરીયેતો દાહોદના ભોઈવાડા રુસ્તમપુરા વિસ્તારના વેપારિયો.રહીશોના જણાવ્યા અનુસાર દાહોદના ભોઈવાડા વિસ્તારમાં છેલ્લા ત્રણ દીવસથી ભગર્ભ ગટર ઉભરાઈ રહી છે.જયારે દાહોદ નગરપાલિકાના અધિકારીઓન આ બાબતે જાણ કરવામાં આવે છે.ત્યારે સફાઈ કર્મીઓને મોકલી સફાઈતો કરવામાં આવે છે.પણ થોડા કલાકોના જેવી હતી તેવીજ પરિસ્થિતિ ભોઈવાડા વિસ્તારમાં જોવા મળે છે.જેથી હંમેશા માટે આ સમસ્યાનું નીકાલ કરવામાં આવે એવી માંગ ઉઠી છે