GUJARATSAYLA

થાનગઢ ત્રિપલ મર્ડર મામલે સમસ્ત ઠાકોર સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું‌.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 36;

ત્રીપલ મર્ડર કેસમાં મૃતકના પરિવાર ને ન્યાય સાથે વળતર, હથિયાર લાયસન્સ, તથા જમીન જેવા મુદ્દાઓને લઈ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું.થોડા દિવસો અગાઉ થાનગઢ વિસ્તારમાં ત્રિપલ મર્ડર ની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી.જેમાં ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા તમામ આરોપીના ધરપકડ કરવામાં આવી હતી.જેના અનુસંધાને આજે કલેક્ટર કચેરી ખાતે સમસ્ત ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.જેમાં હાલ પરિવારજનોની માંગણી છે કે તમામ આરોપી ને વહેલી તકે ચાર્જશીટ તૈયાર કરી આજીવન તથા ફાંસીની સજા, તેમજ હાલ પરિવારને ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે પરિવારજનોને પોલીસ પ્રોટેક્શન અથવા હથિયાર લાયસન્સ મળે. જેવા અનેક મુદ્દાઓ સાથે કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી.સમગ્ર ઘટનાને લઈ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે સમસ્ત ચુવાળીયા ઠાકોર સમાજના અગ્રણીઓ જેવાં કે નારસંગભાઈ સણોથરા, શંકરભાઈ કટોસણા, વિનુભાઈ સારલા, રામસિંગભાઈ બોહકીયા ,જેસીંગભાઇ સારોલા, અરવિંદભાઈ જેવા મૃતકના પરિવારજનો સાથે ઉભા રહી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.મંજુબેન બજાણીયા,ભાવેશભાઈ ઘુઘાભાઈ બજાણીયા તથા ઘુઘાભાઈ ધનાભાઈ બજાણીયા નામના વ્યક્તિની ક્રુર હત્યા નિપજાવી હતી.હાલ મૂળ ગામ સાયલાના નીનામા ગામના રહેવાસી છે.થાનગઢ તાલુકાના મોરથળા,રોડ પર સારસાણા વાડી વિસ્તાર માં ત્રિપલ મર્ડર ની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી હતી. જેમાં મૃતકો માં ભાવેશ ઘુઘાભાઈ બજાણીયા ઉંમર વર્ષ આશરે ૨૭ તથા ઘૂઘાભાઈ ધનાભાઈ બજાણીયા ઉંમર વર્ષ આશરે ૬૦અને માતા મંજુબેન બજાણીયા ઉંમર વર્ષ ૫૫ હોવાનું સામે આવ્યું હતું.આરોપીએ ઘરમાં ઘૂસીને બંને પિતા,પુત્ર અને માતા નુ છરીથી મર્ડર કર્યાનું હોવાનુ જાણવા જાણવા મળ્યું હતું . જેના અનુસંધાને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!