– અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજની મેડીપાંટા ગ્રાપંચાયત સમરસ થતા મેઘરજ શહેરમાં વિજય સરઘસ, ગુલાલના છાંટણા સાથે ચૂંટણીનો માહોલ જામ્યો
આજે ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ અને સભ્યના ફોર્મ ચકાસણી નો દિવસ હતો અને આજ રોજ કેટલા ઉમેદવારના ચૂંટણી લડશે સ્પષ્ટ થઈ ગયું ત્યારે મેઘરજ તાલુકાની અંદર સૌ પ્રથમ વિભાજીત થયેલી એક ગ્રામ પંચાયત સમરસ થઈ હતી જેમાં ભેમાપુર ગ્રાપંચાયત માંથી વિભાજીત થઈ અલગ બનેલ મેડીપાંટા પંચાયત સમરસ બની છે પ્રથમ વાર આવેલ ચૂંટણીમાં સમરસ થતા ગ્રામજનો માં આનંદ જોવા મળ્યો હતો એમાં પણ સૌ પ્રથમ સરપંચ તરીકે મહિલા ભુરીબેન રામાભાઇ કટારા ની બિનહરીફ જાહેર કરવામાં આવ્યા સરપંચ પ્રતિનિધિ એ ગ્રામજનો નો આભાર માન્યો હતો . સૌપ્રથમ વાર ગ્રામ પંચાયત સમરસ થતાં મેઘરજ શહેરની અંદર વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું જેની મહિલા સરપંચને ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ જ ગુલાલ છાંટવામાં આવ્યું હતું આમ ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર હવે ધીરે ધીરે માહોલ જામવા માંડ્યો છે