GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શ્રમયોગીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રજા આપવાની રહેશે

જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શ્રમયોગીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રજા આપવાની રહેશે

રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણ તા-૨૨.૦૬.૨૦૨૨ના રવિવારના રોજ સવારના ૦૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી યોજાનાર છે. ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ ( રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ ) એક્ટ – ૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ- કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના તમામ વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારીઓ- શ્રમયોગીઓને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં- બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.વધુમાં, તા.૦૫/૦૬/૨૦૨૫ના પરિપત્રમાં જણાવેલ મુજબ, ઉપર જણાવેલ બાબત એવા કોઈપણ મતદારોને લાગુ નહીં પડે કે તે જ્યાં નોકરી કરે છે ત્યાં તેની ગેરહાજરીને કારણે ભયજનક પરિસ્થિતિ ઉભી થાય તેમ હોય અથવા તેની ગેરહાજરી વ્યાપક નુકશાનમાં પરિણમે તેમ હોય અને ઉપર જણાવેલ બાબત રોજમદાર/કેજ્યુઅલ કામદારોને પણ લાગુ પડશે. તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!