વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૩૦ નવેમ્બર : તા.૦૭/૧૨/૨૦૨૪ શનિવારે રામદેવરા (રણુજા) રાજસ્થાન શ્રી બાબા રામદેવપીર સમાધી સ્થાન ની પાવન ભુમી પર શ્રી બાબા રામદેવ સેવા સમિતિ એવમ રામદેવ ભક્ત સંગમ દ્વારા શ્રી આનંદસિંહ તંવર ના નેજા હેઠળ કચ્છ મોરબી ના સાંસદ અને બાબા રામદેવજી મહારાજ ના અનન્ય ભક્તશ્રી વિનોદભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં યાત્રીક ભવન ભુમી પુજન, જમ્મા જાગરણ, સ્નેહ મિલન એવમ સંતો ના આશીર્વાદ પાટકોરી – મહા પ્રસાદ તથા સંતવાણી, મહાનુભાવો નું સન્માન નો ભવ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. ૨૦૨૪ લોકસભા ઇલેક્સન માં શ્રી વિનોદભાઇ ચાવડા ને ફરી ત્રીજી ટર્મ માટે ટિકિટ મળે અને મોટી લીડ થી તેઓ વિજયી બને માટે તેમના સ્નેહીજનો, મિત્રો તરફ થી શુભકામના પ્રાર્થી હતી તેઓ સૌ ને આ પ્રસંગે સાંસદશ્રી તરફ થી રણુજા બાબા રામદેવજી મહારાજ ના દર્શન અને શુભકામના પુર્ણ કરવાનું ભાવપુર્ણ નિમંત્રણ પણ પાઠવેલ છે. દર બીજના દર્શનાર્થે આવતા શ્ર્ધાળુઓ ભક્તજનો ને પણ ઉપસ્થિત રહેવા નું શ્રી બાબા રામદેવ સેવા સમિતિ, રામદેવ ભક્ત સંગમ કચ્છ અને સમિતિ સચિવ શ્રી ખેતમલ શર્મા, રાષ્ટ્રીય સંયોજકશ્રી હરજીવન મારવાડા તથા ગુજરાત પ્રદેશ સંયોજક પ્રકાશ કુમાર બારોટે નિમંત્રણ આપેલ છે. જય બાબેરી ધર્મશાળા, જૈન મંદિરની બાજુમાં પધારવાનું રહેશે ત્યાં રહેવા તથા પ્રસાદની વ્યવસ્થા વ્યવસ્થાપકો તરફ થી કરવામાં આવેલ છે.