શક્તિ પીઠ અંબાજી ના મંદિર માં અષાઢી બીજ થી આરતી ત્રણ ટાઈમ ના બદલે બે ટાઇમ કરાશે,
24 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર માં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્ત ના સમય માં ફેરફાર થવા થી અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓ ની સગવડ અને સરળતા થી દર્શન થઈ થકે તેવી સગવડ માંટે અંબાજી મંદિર માં તારીખ 27 જુન એટલે કે અષાઢી બીજ થી દર્શન અને આરતી ના સમય માં ફેરફાર કરવા માં આવશે હવે પછી અંબાજી મંદિર માં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજ થી બે વખત જ કરવા માં આવશે બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતી ના સમય માં પણ ફેરફાર થશે સવારે મંદિર 10.45 કલાકે બંધ થતો હતો તેના બદલે હવે 11.30 સુધી લંબાવાયો છે અને માતાજી ની સાતે દિવસ ની સવારી નાં દર્શન જે માત્ર 10.45 સુધી થતાં હતા જે હવે 4.30 કલાક સુધી દર્શન નો લાભ મળશે.અને જે અન્નકુટ ધરાવવાનું બંધ કરવામાં આવ્યું હતું જે શ્રદ્ધાળુઓ માતાજીને અન્નકુટ ધરાવવાનો લાભ પણ લઈ શક્શે જ્યારે અષાઢીબીજ થી દર્શન નો સમય આ પ્રમાણે નક્કી કરવા માં આવેલ છે
આરતી સવારે – 7.30 થી 8.00
દર્શન સવારે – 8.00 થી 11,30
બપોરે આરતી બંધ કરવા માં આવી છે
બપોરે દર્શન – 12.30 થી 16.30
સાંજે આરતી -19.00 થી 19.30
દર્શન સાજે – 19.30 થી રાત્રી ના 21.00 સુધી મંદિર ખુલ્લુ રહેશે તેમ કૌશિકભાઈ મોદી ( અધિક કલેકટર,મંદિર ટ્રસ્ટ ) અંબાજી એ જણાવ્યું હતું તસવીરે અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ



