AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સાર્વત્રિક વરસાદ પડતા વાતાવરણ ચોમાસામય બન્યુ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.ડાંગ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ હતુ.શુક્રવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન, માંળુગા,સાકરપાતળ,વઘઇ, ઝાવડા,ભેંસકાતરી,પીંપરી,કાલીબેલ,બરડીપાડા,મહાલ,સિંગાણા,સુબિર, લવચાલી, પીપલાઈદેવી,ગારખડી, ચીંચલી, આહવા,બોરખલ, ગલકુંડ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા લોકમાતાઓમાં અંબિકા,ખાપરી, પૂર્ણા અને ગીરા નદી સહીત વહેળા,કોતરડા,ઝરણાઓ અખૂટ જથ્થા સાથે વહેતા જોવા મળ્યા હતા.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે વઘઇનો ગીરાધોધ,ગિરમાળનો ગીરાધોધ સહીત નાના મોટા જળધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલની વચ્ચે સમયાંતરે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળો સૌંદર્યનાં સરતાજમાં વિલુપ્ત બની આહલાદક ભાસી ઉઠ્યા હતા.ગિરિમથક સાપુતારા સહીત ઘાટમાર્ગમાં ધુમ્મસિયા વાતાવરણનાં પગલે વિઝીબલીટી ઘટી હતી.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 29 મિમી અર્થાત 1.16 ઈંચ, વઘઇ પંથકમાં 48 મિમી અર્થાત 1.92 ઈંચ, સુબિર પંથકમાં 62 મિમી અર્થાત 2.48 ઈંચ જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 75 મિમી અર્થાત 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

Back to top button
error: Content is protected !!