વેજલપુર ગામે નદીમાંથી આવતી પીવાની પાઇપમાં નદીનું ગંદુ પાણી મિક્સ થતા ગામજનો દ્વારા ગ્રામ પંચાયતમાં હલ્લાબોલ.
તારીખ ૧૭/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર ખાતે આવેલ મોટા મોહલ્લાની પીવાના પાણી લાઈનમાં ભંગાણ થતા નદીમાંથી પ્રસાર થતી પીવાની પાણીની લાઈનમાં ગંદું પાણી મિક્ષ થતા હોવાનો વિડિઓ સોશીયલ મીડિયામાં વાઈરલ થયો હતો ત્યારે મળતી માહિતી મુજબ ગતરોજ વેજલપુર ગ્રામ પંચાયતમાં સ્થાનિક ગ્રામજનો આ લીકેજ પીવાની પાણી લાઈનને લઈને રજુઆત કરવાં માટે આવ્યા હતા ત્યારે વેજલપુર ગામ પંચાયતના જવાબદાર અધિકારી એવા બંન્ને તલાટી ક્રમ મંત્રીઓ હાજર જોવા મળ્યા નોહતા જેથી હવે રજુઆત કરવી તો કરવી કોને ત્યારે રજૂઆત કરનાર લોકોમાં ક્યાંકને ક્યાંક તલાટી હાજર નહિ મળતા તેમને પોતાનો રોષ વેજલપુર ગ્રામ પંચાયતનો અંધેરી નગરી ગંદુ રાજા જેવો વહીવટી કરનાર સામે ભભૂકી ઉઠ્યો હતો ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત વોર્ડ નંબર ૪ ના સભ્યે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બજારમાં પીવાનું પાણી આવતું નોહતું તેના માટે અલગ થી પીવાની પાઇપ લાઈન કરવાની હતી તે પીવાની પાઇપ લાઈન માટે સ્થાનિક લોકો પાસેથી અંદાજીત ૨૮,૦૦૦ હજાર રૂપિયા ઉગરાવીને તે કામ કરાવ્યું હતું તેમ છતાં વેજલપુર ગ્રામ પંચાયતની નિષ્કાળજીને લઈને નવીન પીવાની લાઈનમાં ભંગાણ થઈ અને લાઈન લીકેજ થઈ હતી જેથી સ્થાનિક રહીશોએ આ પીવાના પાણી નદીના ગંદા પાણી સાથે મિક્ષ થતા હોવાનો વિડીઓ બનાવી વાઇરલ કર્યો હતો જેથી સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્ય અને ગ્રામજનો ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા પણ વેજલપુર ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓ એવા બન્ને તલાટીઓ ગ્રામ પંચાયત ઉપર હાજર જોવા મળ્યા નોહતા ત્યારે ગ્રામ પંચાયતના મહિલા વોર્ડ નંબર આંઠ ના સભ્ય પતિ દ્વારા વેજલપુર ગ્રામ પંચાયત ઉપર આક્ષેપો કરતા કહ્યું હતું કે જે કોઈ વહીવટ કરતા હોય તેમને બોલોવો જેથી તેમને આ નદીનું ગંદુ પાણી આવે છે તે બતાવો અને તમારા થી આ નાનું કામ ના થતું હોય તો વેજલપુર ગ્રામ પંચાયતના તમામ સભ્યો રાજીનામું આપી દો ત્યારે તેમને વધુમાં કહ્યું હતું નદીમાંથી જે પીવાની પાઇપ લાઈન આવે છે તેમા ભંગાણ થતા તેમાં નદીનું ગંદુ પાણી મિક્ષ થાય છે તેવા આક્ષેપો વેજલપુર ગ્રામ પંચાયત સામે કર્યા હતા ત્યારે વધુમાં તેવો વિડીઓમાં બોલી રહ્યા છે કે અમોએ ટી.ડી.ઓ સાહેબ ને પણ રજુઆત કરેલ છે તેમ છતાં આ ગંભીર સમસ્યાઓનો હજુ કોઈ નિકાલ આવેલ નથી જેથી હવે જોવે રહ્યું કે જવાબદાર અધિકારી તલાટી ક્રમ મંત્રી દ્વારા સ્થળ ઉપર જઈને સ્થળ તપાસ કરીને આ પીવાના પાણીની લાઈનમાં જે ભંગાણ થયું છે તેનું સમારકામ કરવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું.