ABADASAGUJARATKUTCH

ગૌતમ અદાણીના જન્મદિને દિવ્યાંગોને સાધનોનું વિતરણ સાથે સાંઘીપુરમ ખાતે અદાણી મેડિકલ સેન્ટરનો શુભારંભ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.

અબડાસા,તા – ૨૬ જૂન : અદાણી ફાઉન્ડેશન અને અદાણી સિમેન્ટ દ્વારા સાંઘીપુરમ ખાતે અદાણી મેડિકલ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના જન્મદિવસે અબડાસાની આસપાસના અંતરિયાળગામોને આરોગ્ય લાભ મળી રહે તેવા ઉમદા હેતુથી આ સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત સાંઘીપુરમનજીકના ગામોનાં 15 દિવ્યાંગોને જરૂરી સાધનોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગેઅબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ, આગેવાનો સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગૌતમ અદાણીના જન્મદિન(24મી જૂન) નિમિત્તે વિવિધ સામાજીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંઘીપુરમ ખાતે અદાણી મેડિકલ સેન્ટરના શુભારંભ સહિત દિવ્યાંગોને જરૂરી સાધનોનું વિતરણ તેમજ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.મહંત જનકદાસબાપુ તથા મહાનુભાવોની ઉપસ્થિતીમાં “અદાણી મેડિકલ સેન્ટર“ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉપરાંતદિવ્યાંગોના હસ્તે સિમેન્ટ પ્લાન્ટના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર એસ.કે.પ્રજાપતિએ જિલ્લા વહીવટી તંત્ર તરફથી નવી મેડિકલ સુવિધા ઉપલબ્ધ થવા બદલ સૌને શુભકામનાઓ પાઠવી હતી. અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ તાલુકા પંચાયત તરફથી સહયોગની ખાતરી આપતા જણાવ્યું કે “આ વિસ્તારમાં અદાણી જૂથની સામાજીક પ્રવૃત્તિઓથી અનેક સમસ્યાઓનું નિવારણ થશે. તો પૂર્વ પ્રમુખ મૂળરાજભાઇ ગઢવીએ પણ અદાણી ફાઉન્ડેશનના ઉમદા કાર્યોની પ્રસંશા કરતા અદાણી મેડિકલ સેન્ટરનીસુવિધાને વધાવી હતી.

લખપત તાલુકા પંચાયત પ્રમુખ જસુભા જાડેજાએ અદાણી જુથની સેવાકીય પ્રવૃતિઓની ભારોભાર પ્રસંશા કરતા યથાસંભવ સહયોગની ખાતરી આપી હતી. લખપત દિવ્યાંગ મંચના ઉપપ્રમુખ આમદભાઈએ જણાવ્યું હતું કે “અદાણીએ અમારા વિસ્તારના દિવ્યાંગો સામે સંવેદના દાખવી તે અમારા અહોભાગ્ય છે.

અદાણી સિમેન્ટના પ્લાન્ટ હેડ વિવેક મિશ્રાએ જણાવ્યું હતું કે ‘આ મેડિકલ સેન્ટરમાં લોકોના આરોગ્ય માટે ખાસ કાળજી લેવામાં આવશે. ત્રણ ડોક્ટરોની ટીમ કાયમી ફરજ બજાવશે. તો સિમેન્ટ ઉધોગના સી.એસ.આર. હેડ નિતિન શિરલકરે જણાવ્યું હતું કે “અમો આ વિસ્તારની પ્રાથમિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપતા આરોગ્ય, શિક્ષણ, સ્કીલ ડેવલપમેન્ટ જેવા કાર્યક્રમો દ્વારા લોકોને વધુ સક્ષમ બનાવતા કામો કરીશું”ગત વર્ષે અદાણી જૂથે 5૦ જેટલા દિવ્યાંગોને કાયમી રોજગારી આપીને પ્રેરણાત્મક કાર્ય કર્યુ હતું.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button