વડગામ એદ્રાણા ના ભગવાનપુરા માં સીડ્ઝ બોલ અભિયાન નો શુભારંભ
10 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પ્રકૃતિ માટેના મહાયજ્ઞમાં વડગામ તાલુકો સહભાગી થયો છે. જે અંતર્ગત રવિવારે એદ્રાણા દુધ મંડળી દ્વારા ભગવાનપુરા વિસ્તારમાં નિવૃત્ત કાયૅપાલક ઈજનેર ગોવિંદભાઈ આર. ચૌધરી ની પ્રેરક ઉપસ્થિતિમાં ધાન્ધાર પંથક પુનઃ હરીયાળો બને તેવા સંકલ્પ સાથે 10111,સીડ્ઝ બોલ તૈયાર કરી આગામી સમયમાં અરવલ્લી ની ગિરીકંદરાઓ સેંભર તિર્થ મુકામે મુકવામાં આવશે. કાયૅક્રમના અધ્યક્ષ સ્થાનેથી પશુપાલકો ખેડૂતો ને સંબોધતા ગોવિંદભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને બનાસડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી ના નેતૃત્વ માં બનાસડેરી દેશ અને દુનિયા ની મોટી કોર્પોરેટ કંપની કરતાં પણ મોટો વહીવટી કરી ગ્લોબલ વોર્મિંગ ના ખતરા સામે બનાસકાંઠા સહિત ગુજરાત ને હરીયાળુ બનાવવા સીડ્ઝ બોલ અભિયાન આરંભ્યું છે જે આવકારદાયક અભિગમ છે. તા.પં.કમૅચારી
મંડળી મેનેજર અભેરાજભાઈ ચૌધરી એ સીડ્ઝ બોલ અભિયાન વિષે વિસ્તૃત માહિતી આપી હતી. બનાસડેરી પુવૅ. ડિરેક્ટર ચેલાભાઈ ઉપલાણા, પુવૅ.સરપંચ નવાજી ઠાકોર, લાલપુરી ગોસ્વામી, કેશરભાઈ મુંજી, પુવૅ.સરપંચ કે.ડી.ચૌધરી, પુવૅ.સરપંચ રતુભાઈ ભુતડીયા, પ્રભાતભાઈ ભુવાજી, ચેરમેન પ્રકાશભાઈ ચૌધરી, મંત્રી અરવિંદભાઈ રૂપાવટ, સહિત મહાનુભાવો એ પ્રાસંગિક વિચારો વ્યક્ત કર્યા હતા. કાયૅક્રમ સફળ બનાવવા ભગવાનપુરા ના પરિવારો એ ભારે જેહમત ઉઠાવી હતી.