BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર રૂપાલ ગામના વતની સુરત સ્થાયી થયેલ રાવલ પરિવારના ભૂદેવ દ્વારા શિવનેરી ચા બીજી શાખા નું શુભારંભ

20 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શરીરની તંદુરસ્તી માટે ગુણકારી રૂપી આયુર્વેદિક ઔષધ સમાન ગણાતી દેશી ગોળની ચા ના અનેક ફાયદાઓ
ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં સૌથી વધુ પીવાતું પ્રવાહી પીણું હોય તો તે ” ચા ” છે. ચા ની ચુસકી સવારે ઉઠતા જ દરેક ઘરની જરૂરિયાતમંદ પ્રવાહી બની ગયું છે. એમાં પણ ચાલી રહેલ શિયાળા ઋતુ ની કડકડતી ઠંડીની સીઝનમાં ચા લોકોને સૌથી પ્રિય હોય છે. દિવસની શરૂઆત ચા પીને શરૂ થતી હોય છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના રૂપાલ ગામના રાવલ પરિવારના ભૂદેવ જેવો પોતાના બિઝનેસ અર્થે ઘણા વર્ષોથી પરિવાર સાથે સુરત શહેરમાં સ્થાયી થયેલ છે. ડાયમંડ નગરી અને ટેક્સટાઇલ નગરી ગણાતું સુરત શહેર લાખો લોકોને રોજગારી પૂરું પાડતું શહેર ગણાય છે. અન્ય રાજ્યોમાંથી પણ લોકો નોકરી અથવા બિઝનેસ અર્થે આ સિટીમાં આવીને પોતાની રોજગારી પૂરી પાડે છે. જ્યારે રૂપાલ ગામના વતની યશવંતભાઈ રાવલ જેઓ સુરત શહેરમાં ઘણા વર્ષોથી વસવાટ કરે છે. તેઓ સૌપ્રથમ અહીં ડાયમંડ બિઝનેસથી જોડાયેલા હતા. ડાયમંડ સિટી તરીકે ગણાતું સુરત શહેર ઘણા લાંબા સમયથી આ ઉદ્યોગને લઈને અવારનવાર મંદીનો સામનો કરવો પડે છે. ત્યારે રત્ન કલાકારો દ્વારા પોતાના ઘરના પરિવારનું ગુજરાન ચલાવવા માટે બીજા બિઝનેસ સાથે સંકળાયવું પડે છે. જ્યારે રૂપાલ ગામના વતની યશવંતભાઈ રાવલ ડાયમંડ બિઝનેસ છોડીને ચા ના બિઝનેસ સાથે સંકળાઈ ને પ્રગતિના પંથે જઈને બીજી શાખા નું શુભારંભ કર્યું છે. યશવંતભાઈ રાવલ એ જીગરભાઈ રાવલ ને જણાવ્યા મુજબ ખેડૂત મિત્રો ની ચા ” શિવનેરી ચા ” અમે સૌ પ્રથમ સુરત શહેરમાં એક શાખા ની શરૂઆત કરી હતી. શરીર માટે ગુણકારી એવી દેશી ગોળની ચા પણ અમે અમારા ગ્રાહકોને આપીએ છીએ. આ દેશી ગોળની ચા નો અનેક ફાયદાઓ છે. જેવા કે ડાયાબિટીસનું પ્રમાણ ઓછું કરવામાં મદદ કરે છે, શરદી ખાંસીમાં આરામ મળે છે, પાચન ક્રિયા સરળ રહેવામાં મદદ કરે છે, હિમોગ્લોબીન ની માત્રા સામાન્ય રાખવામાં મદદ કરે છે, અને આ શિયાળાની કડકડતી ઠંડીમાં લોકો આ ચા ને વધુ પસંદ કરે છે. સુરત વાસીઓ દ્વારા આ ચા નો વધુ પ્રતિસાદ મળી રહેતા અમે અમારી બીજી શાખા સોનલ રો હાઉસ, નાયરા પેટ્રોલ પંપ ની બાજુમાં, એલ. પી.સવાણી રોડ પાલ સુરત ખાતે શુભારંભ કર્યો છે. આ બીજી શાખાના શુભારંભ માટે નિમંત્રક યશવંતભાઈ રાવલ, જીજ્ઞાબેન રાવલ, ચાહત રાવલ, તથા શિવનેરી ગ્રુપ દ્વારા સુરતમાં રહેતા તેમના સમાજના સભ્યો, પરિવારના સભ્યો, મિત્રોને આમંત્રણ પાઠયુ હતું. અને આ આમંત્રણ માં મોટી સંખ્યામાં લોકો જોડાઈને દેશી ગોળ ની ચા ની ચૂસકી મારી શરીરની તંદુરસ્તી માટે ફાયદાકારક ગણાવી હતી. આ શિવનેરી ચા બીજી શાખાના શુભારંભ માં મુખ્ય અતિથિ તરીકે ડો. નિરવભાઈ સોની MS ( ortho) અને ડો. નેન્સી પટેલ ( M. D. Radiologist ) પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ આ દેશી ગોળની ચા ની ચુસકી મારીને શરીરની તંદુરસ્તી માટે અનેક રીતે ફાયદાકારક ગણાવી હતી.

Back to top button
error: Content is protected !!