તા. ૨૦.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકામાં આવેલ નાળ ફળિયા વર્ગ પીછોડા પ્રાથમિક શાળા ખાતે નવીન ઓરડાઓનું ઉદઘાટન કાર્યક્રમ યોજાયો
આજરોજ તા.૨૦.૦૧.૨૦૨૫ ના રોજનાળ ફળિયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળા ખાતે નવીન બનેલ ઓરડાઓનો ઉદઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં પીછોડા ગામના સરપંચ અને આગેવાન એવા માનસિંગભાઈ બાદર રાવત અને એસટી રાવત સાહેબ નાયબ કલેકટર નિવૃત્ત એસટી રાવત સાહેબ સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઈ સેલોત મહામંત્રી દિનેશભાઈ ભુરીયા દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દિલીપભાઈ રાવત સંજેલી તાલુકાના નોડલ રોહિતભાઈ પટેલ એસએમસી અધ્યક્ષ એસએમસી સભ્યો શાળાના આચાર્ય સ્ટાફ મિત્રો ગ્રામ પંચાયતના સભ્યઓ ગામના આગેવાન ભાઈઓ બહેનો અને શાળાના બાળકો મળીને આજરોજ લોકાર પણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો કાર્યક્રમમાં સૌપ્રથમ આચાર્યએ તમામ આવેલ મહેમાનો નો શબ્દોથી સ્વાગત કર્યું ત્યારબાદ પુષ્પગુસ થી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ દિલીપભાઈ રાવત સાહેબે સંજેલી સંઘના પ્રમુખ રમેશભાઈ સેલોત,એસટી રાવત સાહેબ માનસિંગભાઈ બાદર સાહેબ નિવૃત્ત ગુરુજનો સૌએ શાળાના ભણતા બાળકો અને શિક્ષકોને શિક્ષણ પ્રત્યે કાળજી રાખી બાળકોને પણ વાલીઓએ કાળજી રાખવી બાળકોને નિયમિત શાળામાં મોકલવા જેવી બાબતોની પોતાના વક્તવ્યમાં વાત કરવામાં આવી ત્યારબાદ રૂમ ખુલ્લા મુકવામાં આવ્યા અને ભોજન લઈ સૌ છુટા પડ્યા