GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:કારગિલ વિજય દિવસ નિમિતે મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો

 

MORBI:કારગિલ વિજય દિવસ નિમિતે મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો

 

શહીદ વીરસિંહ રવિસિંહ પરમારના પરિવારના સભ્યોને ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશન નાં અજય લોરિયા દ્વારા એક લાખનો ચેક અર્પણ કરાયો રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

મોરબીમાં શનિવારે સાંજે કારગીલ વિજય દિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ દ્વારા રવાપર ગામ પાસે આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કારગિલ યુદ્ધમાં ફરજ બજાવનારા સૈનિકોનું સન્માન કરાયું હતું. તેમજ કારગિલ યુદ્ધ અને દેશભક્તિને લગતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ સમયે શહીદ વીરસિંહ રવિસિંહ પરમારના પરિવારનાં સભ્યોને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરિયા દ્વારા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ કારગિલ યુદ્ધમાં કઈ રીતે વિજય થયો તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશદાઝ જગાડે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.


આ કાર્યક્રમમાં  મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જયંતીભાઈ જેરામભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા નાં પ્રમુખ ભાવનાબેન કૈલા, તેમજ મોરબી જિલ્લાના પાંચ મંડલ નાં આગેવાનો, હોદ્દેદારો ઉપરાંત કારગિલ યુદ્ધમાં સેવા આપનારા જવાનો તેમજ નવયુગ વિદ્યાલય ના વિધાર્થીઓ સહિત નાં ઘણા મોરબી વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!