ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા પર્યાવરણ દિવસ નિમિતે 1000 રોપા વિતરણ
6 જુન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પર્યાવરણ દિવસ નિમિતે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા 1000 જેટલા રોપા વિતરણ કરવામાં આવેલ સાથે એમનું જતન થાય એનું ધ્યાન રાખવુ એ પણ જણવામાં આવેલ.એક મેમ્બર એક વૃક્ષ નું જતન કરે તેવો પણ પ્રયાસ શાખા દ્વારા કરવામાં આવેલ.આ વખતે રોપા વિતરણ વખતે રોપા લઈ જનાર તમામ વ્યક્તિઓનું શાખા ની બહેનો દ્વારા નામ અને એમનો મોબાઇલ નંબર રજીસ્ટર કરવામાં આવેલ આ કાર્યકર્મ માં રિજિયોનલ સેક્રેટરી દિનેશભાઈ સાથે પ્રાંત મંત્રી વિશ્વેશભાઇ પ્રાંત પર્યાવરણ પ્રકલ્પ ના ગતિવિધિ કન્વીનર અનિલભાઈ સાથે શાખા ના મંત્રી અલ્પેશભાઈ મહેશ્વરી ખજાનચી નીરવભાઈ , મહિલા સહભાગીતા સોનલબેન સાથે પ્રાંત મેમ્બર અને શાખા ના સભ્યો અને બહેનો વિશાળ સંખ્યા માં જોડાયા હતા.આ કાર્યકર્મ મે સફળ બનાવવા શાખા ના પર્યાવરણ ગતિવિધિ કન્વીનર લાલજીભાઈ જુડાલ અને પર્યાવરણ ટીમ સભ્યો દ્વારા 1000 રોપા લાવી તેનું યોગ્ય વિતરણ અને જતન થાય તેનું વિશેષ ધ્યાન રાખેલ.