ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વડોદરા દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ચાર ટ્રુનાટ મશીન મળતા ટીબી ના કેસો ઝડપથી શોધી શકાશે.
છોટાઉદેપુર જિલ્લામાં ટીબી ની તપાસ માટે નાં Trunaat મશીન એટલે કે ટીબી રોગના દર્દીઓ ઝડપથી અને ચોકસાઈ પૂર્વક શોધી શકાય તેવા ૪ મશીન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વડોદરા ના સીએસઆર ફંડ માંથી ઉપલબ્ધ થયા છે જે નસવાડી સંખેડા, જેતપુરપાવી, તેજગઢ ખાતે કાર્યરત થશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો બીએમ ચૌહાણ ના પ્રયાસોથી આઇઓસીએલ વડોદરા સાથે સંકલન થકી ઉપલબ્ધ થયેલ Trunaat મશીન દ્વારા ટીબી છે કે કેમ ઉપરાંત MDR TB એટલે કે વણસેલો ટીબી છે કે કેમ તે બંને પ્રકારની તપાસ એક જ નમુનામાં થી થઇ શકશે, અહીં ખાસ ઉલ્લેખનીય છે કે આ પ્રકારની સુવિધા છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ, બોડેલી, અને છોટાઉદેપુર ખાતે પહેલાં થી હતી અને બીજા ચાર સેન્ટરોમાં આ પ્રકારના મશીન મળતા હવે જિલ્લામાં કુલ ૭ જગ્યાએ આ સેવાઓ મળશે તેમ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર