જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ નું આયોજન
5 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા તારીખ 5 /3 /25 ના રોજ એક ઇન્ડસ્ટ્રીયલ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓ એ મીરા એગ્રો પ્રોડક્ટની મુલાકાત લીધી. જે કાચા કાજુને વિવિધ તબક્કામાંથી પસાર કરીને જુદાજુદા મશીનો દ્વારા કાજુને ખાવા લાયક બનાવવામાં આવે છે. જ્યાં પિયુષભાઈ પટેલે વિદ્યાર્થીઓને આ આખી કાજુ બનાવવાની પદ્ધતિ વિશે ખૂબ જ સરળ ભાષામાં અને ઊંડાણપૂર્વક માહિતી આપી. જેમાં કાચો માલ ક્યાંથી આવે, વિવિધ મશીનોનો ઉપયોગથી ગુણવત્તા મુજબ કાજુની વહેંચણી કેવી રીતે થાય, તેનું બજાર ક્યાં ક્યાં ઉપલબ્ધ છે. કયા કયા દેશોમાં તેની નિકાસ થાય છે આ બધા વિશે ખૂબ જ સરસ માહિતી આપી. આ સમગ્ર આયોજન પ્રો. હેમલબેન પટેલ અને જીતેન્દ્રભાઈ પંચાલ દ્વારા કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. જી ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.