જામનગરના C.A. પકડાયા બાદ એનાલીસીસ કે ફાવટ પણ ફસાવે…!!

જ્યારે ઇન્કટેક્સ ડીપાર્ટમેન્ટ કે સી.બી.આઇ. કે અન્ય સેન્ટ્રલ ગવર્મેન્ટના ઇન્ટેલીજન્સ કે ઇન્વેસ્ટીગેટીંગ એજન્સીઓ કંઇ તપાસ કરે કોઇનુ સાહિત્ય જપ્ત કરે કોઇની અટક કરે ………વગેરે બાબતે પબ્લીશીટીથી દૂર રહેતી હોય છે સમગ્ર પ્રકરણને અંતે ઝોન લેવલે પ્રેસબ્રીફીંગ થાય તો એમા પણ ત્રણ થી ચાર વાક્યો જ હોય જેને અર્ક કહેવાય મીડીયાએ એ ચાર પાંચ લીટીને કેન્દ્રમાં રાખી તેની આજુબાજુ લખવાનુ રહે છે હા જો આ એજન્સીઓને ભરોસો હોય કે ન્યુઝ લીક નહી થાય તો આ લખનારનો અનુભવ છે કે સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ એજન્સીઓ જરાક હીંટ તો આપી જ દે પરંતુ તેને અનુમાન સ્વરૂપે લખવાનુ રહે વળી આવી મોટી તપાસમાં કોઇને કોઇ બહુ દુરથી પણ સંકળાયેલા હોય તે છટકી જાય કે સાહિત્ય સગેવગે કરી દે તેવા અંદેશાથી પણ આવી એજન્સીઓ તુરંત વિગત ન આપે બીજી તરફ આગળ રહેવાની હોડમાં કે સોશ્યલ મીડીયામાં મંડે એક પછી એક મુદા આવવા પણ એ ઉતાવળ ક્યારેક તપાસ ને અસર કરી જાય છે જામનગરમાં એક એવી એજન્સીની તપાસ વખતે તાત્કાલીક રક્ષણ બોલાવાયા હોવાનુ પણ બન્યુ જ છે ઐકંદર
હવે વાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમલેશ રાઠોડની
જામનગરમાં ખૂબ જ સંકળાયેલા અને ઇન્કમટેક્ષ અપીલેટ ટ્રીબ્યુનલમાં કન્સલ્ટન્ટ તરીકે વેસ્ટ ઝોન જયપુરમાં પણ સેવા આપતા હતા હવે દરેક “સેવા” સેવા નથી હોતી તે કમલેશ રાઠોડે સાબિત કરી દીધુ
જેમ ઘણા તબક્કે વાત થાય છે કે આગળ જોઇ લેશુ હજી આગળ ઉપર ઓથોરીટી છે જ ને તે મ ઇન્કમટેક્ષમાં આવા સી.એ. કહેતા હોય કે ભલે ગમે તેટલુ એસેસમેન્ટ થાય અપીલમાં જોય લેશુ આ “જોઇ લઇશુ” મા રાઠોડ સાયબની ફાવટ હતી તે ફાવટે જ એમને ફસાવ્યા અને સીબીઆઈએ લાંચખોરી રેકેટના મામલે આવકવેરા અપેલેટ ટ્રિબ્યુનલ (ITAT), જયપુરના આ અકાઉન્ટન્ટ સભ્યને ધરપકડ કરી જે પૈસા લઇને અપિલો અનુકૂળ રીતે સેટલ કરાવવાના કામમાં જોડાયો હતો, એવી માહિતી અધિકારીઓને મળી હોવાનુ અનુમાન છે
કમલેશ રાઠોડ, ITATના અકાઉન્ટન્ટ સભ્ય, બુધવારે ધરપકડ થયા હતા અને ગુરુવારે તેમને વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે તેમને 1 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.
એજન્સીએ મંગળવારે આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ન્યાયિક સભ્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેઓ
ઇન્કમટેક્સ એપ્લેટ ટ્રીબ્યુનલ માં ફરજ બજાવતા હતા. અને સિ બી આઈ એ પકડ્યા છે.
હવે
આ કેસમાં સંભવિતપણે લાગુ થઈ શકે તેવી મુખ્ય કાયદાકીય કલમો
✅ 1. Prevention of Corruption Act, 1988 (PC Act)
લાંચ લેવું / લાંચ આપવી / લાંચની માંગ કરવી સામેની મુખ્ય જોગવાઈઓ:
• કલમ 7
સરકારી કર્મચારી દ્વારા ગેરકાયદેસર લાભ માટે લાંચ માગવી / લેવી / સ્વીકારવી.
• કલમ 7A
પ્રભાવનો ગેરઉપયોગ કરીને કોઈ નિર્ણયને અસર કરવા માટે લાંચ માગવી / લેવી.
• કલમ 8
બ્રોકર/મિડલમેન દ્વારા લાંચ માટે મધ્યસ્થી થવું.
• કલમ 9
કંપની/સંસ્થા દ્વારા ભ્રષ્ટાચાર માટે જવાબદારી.
• કલમ 12
લાંચ લેવા માટે કોઈને પ્રેરિત કરવું / મદદ કરવી / સાથ આપવો.
• કલમ 13(1)(a) / 13(1)(b) / 13(2)
સરકારી કર્મચારી દ્વારા ભ્રષ્ટાચાર/અપરાધિક કૃત્ય.
—
2. Indian Penal Code (IPC)
• IPC 120B – Criminal Conspiracy
રેકેટ તરીકે કામ કરતા હોય તો ષડયંત્ર માટે.
• IPC 420 – Cheating
કોઈને છેતરવા અથવા ખોટો લાભ મેળવવા માટે.
• IPC 467 / 468 / 471
જો દસ્તાવેજોમાં ગેરવપરાશ, ફર્જી નોટિંગ કે ઓર્ડર હોય તો (ફર્જી દસ્તાવેજ / કાવતરું).
• IPC 409 – Criminal breach of trust by public servant
સરકારી પદનો દુરુપયોગ.
—
3. Prevention of Money Laundering Act (PMLA)
જો લાંચના પૈસાને “પ્રોસીડ્ઝ ઓફ ક્રાઈમ” માનીને મની લોન્ડરિંગ પુરાવા મળે તો.
—
4. ITAT / Service Rules (ડિસિપ્લિનરી એક્શન)
નૌકરીથી સસ્પેન્શન, વિભાગીય તપાસ, સર્વિસ રુલ હેઠળ કાર્યવાહી.
—
📌 સમગ્ર રીતે, મુખ્ય કલમો:
PC Act: 7, 7A, 8, 9, 12, 13(1)(a)(b) & 13(2)
IPC: 120B, 409, 420, 467/468/471
PMLA (જો પૈસાનો પ્રવાહ જોડાયેલો હોય)
@@@@@ગુગલી……..
આ વાતને જામનગરના બીલ્ડરને ત્યા દરોડા પડ્યા તે વાત સાથે કંઇજ લેવા દેવા નથી આ તો અમસ્તા ગુગલી ફેંકી છે તો ગુગલી જોઇએ………….
ગુજરાતના એક સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ એન્ડ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશને મીટીંગમા અમુક વરસ પહેલા અધીકારીઓને ટકોર કરી હતી કે તમે લોકો જે મુલ્યના દસ્તાવેજ નોંધો છો અને પાર્ટી પણ બિનધાસ્ત હોય કે ૩૨(ક) ની નોટીસ આવશે ત્યારે જોયુ જશે…………આ પ્રેક્ટીસ દરમ્યાન તમે સ્થાનીક હોવ તો તમને અંદાજ જ હોય છે કે પ્રોપર્ટીનુ મુલ્ય શું છે? તો પછી કરોડોના સોદા નો આંકડો લાખોમાં કેમ આવી જાય છે?? આપણે દસ્તાવેજોના મુલ્ય ૫૦ લાખથી વધુ (ત્યારે જે તે વખતે) હોય તો અમસ્તાય ઇન્કમટેક્ષ વિભાગનર વિગત મોકલવાના છીએ અને ત્યાં પાર્ટી ફસાશે તેને બદલે શક્ય હોય તો પુરી કીંમતના દસ્તાવેજ બને તેવી છાપ જ બનાવો ને………..પણ……આ તો એવુ છે કે સરકારની અમુક તપાસ એજન્સી અજાણ્યા બની એક બંગલાનો ભાવ પુછે તો છ કરોડ જાણવા મળે ને દસ્તાવેજ જુઓ એ જ બંગલાનો તો ૯૦ લાખનો થાય…….થાય ને….??
આ એનાલીસીસ રીપોર્ટ/અહેવાલ માટે જામનગરના જાણીતા I.T. ક્ષેત્રના ઇજનેર,બેકીંગ ક્ષેત્રના અને આર્થીક પ્રવાહોના અભ્યાસુ તેમજ “શ્ર્વાસ ઇન્ડીયા ” સંસ્થાના પ્રમુખ ભાર્ગવ ઠાકરે ઉપરોક્ત માર્ગદર્શન પુરૂ પાડ્યુ છે
_____________________
રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
B.sc.,L.L.B.,d.n.y.(GAU)
journalism (hindi)
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર
8758659878
bhogayatabharat@gmail.com




