GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વાહનોની લે-વેચ કરતા વેપારીઓને તમામ વિગતો સાથેનું રજીસ્ટર નિભાવવા સૂચના

તા.૩/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: શહેરમાં જાહેર વ્યવસ્થા, શાંતિ, સલામતી અને દેશની સુરક્ષા માટે વાહન વેચનારાનાઓ માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝાએ નીચે મુજબના આદેશો જારી કર્યા છે.

જે અન્વયે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં વાહન વેચનાર દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે-જ્યારે જુના વાહન વેચવામાં આવે ત્યારે વાહન ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે ખરીદીનું બીલ, વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતાં હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવાં કે મ્યુનિસિપલ કોર્પોરેટરશ્રી, ધારાસભ્યશ્રી, સાંસદસભ્યશ્રી, કોઇપણ ખાતાના રાજ્યપત્રિત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર, પ્રમાણપત્ર પૈકી કોઇ પણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી વાહન વેચાણ કરનારે મેળવી તેનો રેકર્ડ નિભાવવાનો રહેશે.

તદુપરાંત વેચાણ બીલમાં ખરીદનારનું પુરૂ નામ-સરનામું, સંપર્ક માટે ટેલીફોન/મોબાઈલ નંબર, વાહનનો પ્રકાર, વાહનનો એન્જીન નંબર, (ફ્રેમ ચેસીસ નંબર લખવો આવશ્યક છે) સાયકલ, સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા ભારે વાહનોના વેચાણ અંગેના રેકર્ડ ચકાસણી માટે વેયાણકર્તા પાસે કોઈપણ પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી તરફથી માંગણી કરવામાં આવે ત્યારે જરૂરી વિગતો મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાના રહેશે.

આ આદેશનો અમલ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. ૩૧/૦૮/૨૦૨૫ સુધી કરવાનો રહેશે. જેનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!