BANASKANTHAGUJARATPALANPUR
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ મુકામે આંતર કોલેજ ટેબલ ટેનિસ ભાઈઓ તથા બહેનોની સ્પર્ધા નું આયોજન થયેલ હતું

20 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ મુકામે તારીખ 19/ 8 /2026 ના રોજ આંતર કોલેજ ટેબલ ટેનિસ ભાઈઓ તથા બહેનોની સ્પર્ધા નું આયોજન થયેલ હતું, જેમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજોના ખેલાડીઓ એ ભાગ લીધેલ હતો તેમાં અમારી જી. ડી મોદી કોલેજ ઓફ આર્ટસની ટીમ ભાઈઓ તથા બહેનો વિજેતા બનેલ છે. સમગ્ર ટીમને કોલેજના પ્રિન્સિપલ ડો.સુરેશભાઈ ચૌધરી સાહેબ એ તથા ટીમ મેનેજર ડૉ.વિપુલભાઈ દેસાઈ, કોચ દેવેન્દ્રભાઈ શાહ તેમજ ડૉ .વિજયભાઈ એ પ્રોત્સાહિત કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.





