MADAN VAISHNAVSeptember 9, 2025Last Updated: September 9, 2025
7 1 minute read
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ
પેટા:-ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા વઘઇ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોનાં ટ્રાયબલ સબ પ્લાનના કામોનાં ટેન્ડર રદ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ.ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોનાં ટ્રાઇબલ સબ પ્લાનનાં કામોના ટેન્ડર રદ્દ કરવામાં આવે તેવી માંગ સાથે વઘઇ તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને સંબોધતુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. આ આવેદનપત્રમાં વઘઇ તાલુકા સરપંચ એસોસિયેશનનાં જણાવ્યા અનુસાર,ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોમાં ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત મંજુર થયેલ કામો જે રૂા.૫,૦૦,૦૦૦/- ની મર્યાદામાં હોય જે ગુજરાત પંચાયત વિભાગના ધારા-ધોરણ મુજબ રૂા.૫,૦૦,૦૦૦/- ની મર્યાદામાં મંજુર થયેલ કામોનું એગ્રીમેન્ટ ગ્રામ પંચાયત કરતી હોય, જેથી ગ્રામ પંચાયતના લોકોને રોજગાર મળી રહે અને આના સિવાય ગ્રામ પંચાયતની બીજી કોઈપણ આવક ન હોય જેના કારણે દરેક ગ્રામ પંચાયતના હિતમાં આ ટેન્ડર પ્રક્રિયા રદ્દ કરી જે તે ગ્રામ પંચાયતોને જ કામ મળી રહે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સરપંચો દ્વારા કરવામાં આવી હતી.ત્યારે આ બાબતે આવનાર દિવસોમાં ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કેવા પગલા ભરશે તે જોવું જ રહ્યુ..
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVSeptember 9, 2025Last Updated: September 9, 2025