GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત બોરૂ ટરનીંગ પાસે રોડ ક્રોસ કરતા ઈસમને મોટરસાયકલ ચાલકે અડફેટે લેતા ઈજાગ્રસ્ત

તારીખ ૧૯/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત બોરૂ ટરનીંગ નજીક શનિવારે રાત્રે દસેક વાગ્યાના અરસામાં રસ્તો ક્રોસ કરતા નરેન્દ્રભાઈ રતનસિંહ સોલંકી ને પુરઝડપે અને ગફલતભરી રીતે મોટરસાયકલ નં જીજે ૧૭ બીક્યુ ૪૦૬૩ ના ચાલકે ટક્કર મારી દેતા રોડ ઉપર પાડી દેતા ઈજાગ્રસ્ત થયા હતા જેઓને માથાના ભાગે અને ડાબા હાથે ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર માટે દાખલ કરી કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી હોવાનુ જાણવા મળેલ છે.








