જહાનવી શાહે ધો.૧૦ સી.બી. એસ.ઈ.પરીક્ષામાં ૯૯% માર્કસ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાને
થરાના વતની અને પાટણના જાણીતા તબીબ પરિવાર ની પુત્રીએ શાળા અને જિલ્લાને ગૌરવ અપાવ્યું..
જહાનવી શાહે ધો.૧૦ સી.બી. એસ.ઈ.પરીક્ષામાં ૯૯% માર્કસ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાને
—————————————-
થરાના વતની અને પાટણના જાણીતા તબીબ પરિવાર ની પુત્રીએ શાળા અને જિલ્લાને ગૌરવ અપાવ્યું..
—————————————-
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાના મુળ વતની અને વર્ષોથી પાટણમાં તબીબી ક્ષેત્રે આગવું નામ ધરાવતાં મંગળભાઈ એફ.શાહના પૌત્રી ચિ.જ્હાનવી શાહ કે જેના માતા ડો.ઝલકબેન પિતા ડો.ધવલભાઈ પણ તબીબી ક્ષેત્રે કારભાર સંભાળી રહ્યાં છે. જહાનવીએ ચાલું વર્ષે યોજાયેલી ધો.૧૦ સી.બી.એસ.ઈ.બોર્ડની પરીક્ષામાં ૯૯ ટકા માર્ક્સ સાથે ઉચ્ચ પરિણામ મેળવવાં સાથે સમગ્ર પાટણ જિલ્લામાં પ્રથમ | સ્થાન પ્રાપ્ત કરી માતા-પિતા, દાદા સહિત પરિવાર તેમજ શાળાનું નામ રોશન કરતા ચિ. જહાનવીને સમગ્ર શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી અને ઉત્તરોતર પ્રગતિના સોપાન સર કરતાં રહો તેવા શુભાશિષ આપ્યાં હતાં.જહાનવીએ મેળવેલા ઉચ્ચ પરિણામથી ભુપેન્દ્રકુમાર આર. શાહ સહીત જૈન પરિવારમાં પણ આનંદની હેલી જોવા મળી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530