વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન ધ્વારા તથા દાતાઓના સહયોગથી જય જલારામ ઠંડા પાણીની પરબ મુકાઈ.
9 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
હાલમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જીવદયા ફાઉન્ડેશન ધ્વારા તથા રામ ભરોસે દાતાશ્રીઓના સહયોગથી પાલનપુર એરોમા સર્કલ અમદાવાદ હાઈવે પેટ્રોલ પંપ પાસે જ્યાં હજારો લોકોની અવરજવર રહેતી હોય છે કાળઝાળ ગરમીમાં પાણીની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે તે હેતુથી જય જલારામ ઠંડા મિનરલ પાણીની પરબ સેવાભાવી મિત્રો અને જીવ દયા ફાઉન્ડેશનની ટીમ હસ્તે ખુલ્લી મુકાઈ હતી જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી ધ્વારા પાણીની પરબ નું સારી રીતે સંચાલન કરવામાં આવે છે ઉદ્ઘાટક પ્રસંગે જીવદયા ફાઉન્ડેશ પ્રમુખ શ્રી ઠાકોર દાસખત્રી, મનીષભાઈ પરમાર, પિન્કીબેન..ડો રવિ સોની.મનોજભાઇ ઉપાધ્યાય હાઇકોર્ટ ના વકીલ. પિન્કીબેન.રમેશભાઈ સોની વકીલ. કલ્પેશભાઈ કે કુમાર.સાગરભાઇ માળી.તરુણભાઈ ગોરાણી. પરાગભાઇ સ્વામી, દિનેશભાઈ શર્મા,પૂરવ મોદી
.અશોકભાઈ પઢીયાર. સોનુભાઈ રેડિયમ વાળા. અભય રાણા સહિત સેવાભાવી વ્યક્તિઓએ હાજર રહી અભિનંદન પાઠવ્યા હતા