GUJARATJUNAGADHKESHOD

કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા, હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદાજુદા ચાર કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું હતું  

કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા, હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદાજુદા ચાર કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું હતું  

રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ નાં સહયોગ થી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જલારામ મંદિર નાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબાર નાં જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા  નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ માં  અત્યાર સુધીમાં  319 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ 22763 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જલારામ મંદિરે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે  આજરોજ યોજાયેલા  કેમ્પની  શરૂઆત  કેમ્પમાં પ્રસાદ ભોજન દાતા પ્રવીણભાઈ નરશીભાઈ હદવાણી,જલારામ મંદિર નાં ટ્રસ્ટી  દિનેશ કાનાબાર, રમેશભાઈ, પરિતોષ પટેલ. ડો ભૂમિ વણપરિયા, ભીમભાઈ, મામલતદાર ત્રિવેદી સાહેબ, હેમંત, મોહનભાઈ ઘોડાસરા, હરીશભાઈ રામ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં  આવેલ . આ નેત્ર નિદાન કેમ્પમાં 260  જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 62 દર્દીઓ ને બસ દ્વારા  ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતાં

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!