JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

સૌ ને સાથે લઇ ચાલવાની ભાજપની પ્રસંશનીય નિતિ ઉપર દાગ લગાડતા કંસમામા

ભાજપ સીનીયર નેતઓને શું પુછે?? વોર્ડ નંબર ૩ માં કંસમામા પક્ષ માટે નહી પરંતુ પોતાના  સ્વાર્થ માટે ધુણ્યા ચર્ચા

જામનગરમાં    પટેલકોલોની અને લગત વિસ્તારોમાંથી લોહાણા અને પટેલ ઉમેદવાર પાર્ટીને પેનલ બેલેન્સ કરવા જરૂરી હતા ને? કંસ મામાએ ન આવવા દીધા લ્યો……બોલો…

 

જામનગર (ભરત જી.ભોગાયતા)

જામનગર મહાનગરપાલીકાની ૧૬ વોર્ડની ચુંટણી છે ત્યારે વોર્ડ નંબર ત્રણની અમુક રાજકીય વિશ્ર્લેષકોએ ઉમેદવાર અંગે સમીક્ષા કરી તો નવો ફણગો ફુટ્યો કે ભારતીય જનતા પાર્ટીના હિતમાં અહી જે સમાજના ઉમેદવારને તક આપવી જોઇતી હતી તેઓને કંસમામાએ આપવા ન દઇ પોતાની કટ્ટરતા વ્યક્ત કરાવી લીધી અને સ્વાર્થ સાધ્યો પણ પક્ષનુ હિત ન જોયુ માટે જાણકારો કહે છે અમુક વખતે મુદો આવે છે કે સિનિયર પુછો……પણ….આ સીનીયર લ્યો …..કરો વાત


ભારતીય જનતા પાર્ટી ચુંટણીમાં માહોલ જોઇ ઉમેદવાર પસંદગી ,પ્રચાર નીતી, વિવિધ સમાજને શક્ય એટલી તક આપવી , ચુંટણીપ્રચારની સમગ્ર રણનીતી ઘડવી,નવા અને યુવા ચહેરાઓને વધુ તક આપવી તેમજ પદ ઉપર નિયુક્ત કરવામાં સો ગરણે ગાળે છે હવે ચુંટણીમાં એક સાથે બધુ જ કામ ભેગુ થઇ જાય છે તો જાણકારોને જવાબદારી સોંપાતી હોય છે ત્યારે આ જવાબદારીનો ગેરલાભ લઇ પોતાનો અહમ પોષવાનો એક બનાવ જાણવા મળતા ભાજપની સીનીયર લોબી પણ અચંબામાં પડી ગઇ છે કેમકે વોર્ડ નંબર ત્રણમાં એક મુરબ્બી જેને ઘણા કંસમામા પણકહે છે તેમણે ચાર ઉમેદવાર માટે એવી રીતે ભલામણનુ બેલેન્સ ન કર્યુ જેથી ભાજપનુ સારૂ લાગે પણ પોતાને આ વિસ્તારોમાં પટેલો સામે અને લોહાણા સામે જરાય બનતુ નથી તો લાગ જોઇ દાવ લઇ લીધો અને થયુ ૈરવુ કે વોર્ડ નંબર ૩ ની ભાજપની ઉમેદવારોની પેનલમાં લોહાણા અને પટેલ સમાજના ઉમેદવાર ન હોવાથી આ વોર્ડ નંબર ૩ ના લોહાણાઓ અને પટેલો નારાજ થયા છે. હાથના કર્યા હૈયે વાગે એમ કંસમામાએ કરેલા પક્ષને વાગ્યા એમ જ કહેવાયને??
આમ તો જામનગરના વોર્ડ ન. 3 ના આ વિસ્તારોમાં કંસ મામા દાયકાઓથી પલાઠી વાળીને બેઠા છે. વોર્ડ 3 જે પટેલ કોલોની નામ થી ઓળખાય છે ત્યાં ખુદ કંસ મામાએ પોતાના હોય તેવાની ટિકિટ કાપવાનું પાપ કર્યું છે. રાજકોટ માં લોહાણા સમાજ ભડકે બળ્યું, તો જામનગરમાં વોર્ડ ત્રણમાં પટેલ તેમજ લોહાણા ને સ્થાન ન મળવાથી નારાજગી દેખાય રહી છે. શાંત પાણી ઊંડા વધુ હોય, વોર્ડ માં પ્રવર્તી રહેલ શાંતિ પણ સૂચક.છે

બીજી તરફજો કંસમામાની પસંદગીની ફોર્મ્યુલા વોર્ડનંબર ૩ માટે યોગ્ય હોય તો ચુંટણી કાર્યાલય ઉપર લોકો ઉમળકાભેર ન આવે શું? પણહાલ વોર્ડનંબર ૩ ના ભાજપના ચુંટણી કાર્યાલય ઉપર ભોજ્યો ભાઇએ ફરકતો નથી તેમજ પ્રચારમાં ઉમેદવારો જાય છે તો ઉમળકો નથી મળતો ઉલટુ લોકોમાં રોષ જોવા મળે છે

પણ કંસ મામા ( એક ફીલ્મમા ડાયલોગ છે કે, ” હમ નામ લેંગે તો વો બદનામ હો જાયેંગેની જેમ અહી નામ પરદા પાછળ રાખ્યુ છે હા પુર્વ પદાધીકારી,ભાજપના સિનીયર નેતા,હવે ઘણા દાંત પડી જ તા જીભને શબ્દો બોલવા તકલીફ પડે છે,પોતાનુ સાજુ કરવા ગમે તેને કપાવી નાંખે છે વરસોથિ આમ જકરે છે વગેરે વગેરે ઘણુ છે )
ને એવી તો શું દુશ્મનાવટ હશે લોહાણા સમાજ સાથે અને પટેલ સમાજ સાથે?? કે જેથી તેઓએ ભાજપનુ હિત ના વિચાર્યુ…..!!! ખરેખર સિનિયરના અભિપ્રાય તટસ્થ અને પક્ષના હિતમાં હોવા જોઇએ ને? તો આને સિનિયર કહેવા કે બીજુ કંઇ ?? અમુકએ તો કહ્યુ માટે જ અમે અમુક અમુક સીનીયરોને પુછતા જ નથી આ એક સીનીયરે બધા સિનિયરોની છાપ બગાડીકેમકે પોતાનો જ સ્વાર્થ સાચવ્યો છે હાલ વોર્ડ નંબર ૩ મા લોહાણા સમાજ અને પટેલ સમાજ ભાજપ તરફે નારાજ છે એ ડેમેજ કંટ્રોલ કોણ કરશે? કંસમામાએ ભાજપનુ વ્યાપક હિત કોરાણે મુકી હુ કહુ એ જ થાયનો હુંકાર કર્યો એ માટે ભાજપ સંગઠનને ચિંતામાં મુક્યુ છે

_____________________

ભરત જી.ભોગાયતા

પત્રકાર

b.sc,ll.b.,dny (GAU),journalism

Back to top button
error: Content is protected !!