JAMNAGARJAMNAGAR CITY/ TALUKOKALAVAD

અલિયાબાડાની મહાવિદ્યાલય યુવા મતદાર જાગૃતિ અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

26 માર્ચ 2024
હર્ષલ ખંધેડિયા :- જામનગર

જામનગર જિલ્લાના અલિયાબાડા ખાતે આવેલ દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય યુવા મતદાર જાગૃતિ અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જે અંતર્ગત કાર્યક્રમની શરૂઆત કેમ્પસ એમ્બેસેડર ભવ્યેશ વાછાણી સ્વાગત
પ્રવચનથી શરૂઆત કરવામાં આવી હતીત્યારબાદ દ્વિતીય વર્ષના તાલીમાર્થી નાગર નીતાબેન દ્વારા લોકશાહીમાં મતદાન કેમ અગત્યનું છે તેની સમજ ઉદાહરણ દ્વારા આપવામાં આવી હતી.

વ્યાખ્યાન ખંડમાં પ્રથમ અને દ્વિતીય વર્ષના તાલીમાર્થીને પ્રોજેક્ટર દ્વારા અવસરથી વિડીયો,એથીકલ વોટિંગ,સર્ચ યોર નેમ ફિલ્મ, હું ભારત છું – સોંગ, વોટિંગ પ્રોસેસ – ફિલ્મ વગેરે નિહાળવામાં આવી.મહાશાળાના આચાર્ય ડૉ.રૂપલબેન માંકડ દ્વારા મતદાન મથકે મોબાઇલ પ્રતિબંધિત તેમજ મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા તરીકે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે વિશે માહિતી આપવામાં આવી.નોડલ ઓફિસર ડૉ. આશાબેન એમ પટેલ દ્વારા સહપરિવારતાની અગત્યતા અને એથીકલ વોટિંગ સમજાવવામાં આવી તેમજ પ્રત્યેક મતનું મહત્વ નાગરિક તરીકે લોકશાહીમાં સમજાવવામાં આવ્યું. પ્રથમ વર્ષના તાલીમાર્થી જાની આયુષી વોટર હેલ્પલાઇન નંબર 11001 તેમજ આચાર સંહિતાના લાગુ થયા બાદ જો કોઈ વ્યક્તિ દ્વારા તેનો વિરોધ થાય તે માટે c-vigil ,kys , votter turn out app વગેરે વિશે માહિતી આપવામાં આવી.
કેમ્પસ એમ્બેસેડર દ્વારા CEO ની વેબસાઇટ, સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ બાબતે માહિતી આપી તેમજ તે વેબસાઈટના કાર્યો વિષે સમજણ આપી.દ્વિતીય વર્ષના તલીમાર્થી દતાણી ધારબેન દ્વારા પ્રશ્નોતરી કરવામાં આવી જેમાં પ્રથમ અને દ્વિતીય વર્ષના તાલીમાર્થીએ ઉત્સાહભેર રસ કેળવ્યો.કાર્યક્રમના સમાપનમાં નોડલ ઓફિસર ડૉ. આશાબેન એમ પટેલ તેમજ તમામ પ્રધ્યાપક અને આચાર્ય ડૉ રૂપલબેન માંકડ, પ્રાધ્યાપક ડૉ પ્રશાંતભાઈ ચૌહાણ ,ડૉ જીગ્નેશભાઈ લિંબાચિયા , ડૉ નિધિ બેન અગ્રાવત તેમજ શ્રી હેતાબેનની ઉપસ્થિતિમાં પ્રથમ તેમજ દ્વિતીય વર્ષના તાલીમાર્થી પાસે મતદાન શપથ લેવડાવવામાં આવ્યો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!