
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રંગેબેરંગી લાઈટોથી ૧૦૦થી વધુ આકર્ષણો સાથે તૈયાર થયેલ લો ગાર્ડન નવસારીના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આજ રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલના હસ્તે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે , ગ્લો ગાર્ડન રૂપે નવસારીના નાગરિકોને એક સુંદર અને અનોખી ભેટ પ્રાપ્ત થઈ છે, જે શહેરવાસીઓ માટે પરિવાર સાથે સમય વિતાવવાનો એક આકર્ષક સ્થળ બનશે.
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બનેલ ગ્લો ગાર્ડનમાં રંગેબેરંગી લાઈટોથી ૧૦૦થી વધુ એલિમેન્ટો , મીકી માઉસ છોટા ભીમ કાર્ટૂન કેરેક્ટર , નિયોન ઝિયોમેટ્રિક વોલ જેવા આકર્ષણો બનાવામાં આવ્યા છે. નિર્માણ થયેલ ગ્લો ગાર્ડનએ નવસારીના શહેરવાસીઓ માટે હરિયાળી, સ્વચ્છતા અને આરામદાયક વાતાવરણ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે ,નવસારી મહા મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી , જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા , નવસારીના ધારાસભ્ય રાકેશભાઇ દેસાઈ , જિલ્લા સંગઠન પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ તથા વહીવટી તંત્રના અધિકારી કર્મચારી , નવસારીના પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.





