JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ સાથે ‘આપ’નું કલેક્ટરને આવેદન

જામનગર
(નયના દવે દ્વારા)

જામનગર તા ૨ : જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદના અભાવે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આજે રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ અને શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની આગેવાની હેઠળ પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જામનગર જિલ્લામાં વરસાદની અછતના કારણે ખેડૂતોની વિકટ બનેલી પરિસ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાની નગરસેવિકા ઝેનબબેન ખફી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ‘આપ’ દ્વારા સરકાર સમક્ષ જામનગર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તેમજ વરસાદના અભાવે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને રાહત આપવા અને ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!