PATAN

સિદ્ધપુર દેવીપૂજક સમાજના લોકોએ દીવાસાના દિવસે પૂર્વજોને યાદ કરી હૈયાફાટ રુદન કરીને પુષ્પાંજલિ અર્પણ કરી

સિદ્ધપુર દેવીપૂજક સમાજના લોકોએ દીવાસાના દિવસે પૂર્વજોને યાદ કરી હૈયાફાટ રુદન કરીને પુષ્પાંજલિ અર્પણ કરી

દેશભરમાં વસતા દેવીપૂજક સમાજનો મહાપર્વ એટલે દિવાસો. આજના દિવસે દેશભરમાં વસતા દેવીપૂજક સમાજના લોકો સિદ્ધપુરમાં આવેલ તેમના સ્મશાનગૃહે જઈ પુષ્પાંજલી અર્પી તેમના પૂર્વજોની યાદમાં હૈયાફાટ રૂદન કરી શ્રધ્ધાંજલી આપે છે.

સિધ્ધરાજ જયસિંહના સમયથી દિવાસા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સિદ્ધપુર શહેર સહિત દેશભરમાં વસતા દેવીપૂજક સમાજના લોકો માટે દિવાસાનો પર્વ તેમના પૂર્વજો, વડવાઓને અંજલી આપી પર્વની ઉજવણી કરે છે. શહેરમાં આવેલ દેવીપૂજક સમાજનું સ્મશાનગૃહ આવેલ હોઈ આજે વહેલી સવારથી જ દેવીપૂજક સમાજના લોકો દુર દુરથી સિદ્ધપુર મુકામે આવી સ્મશાનગૃહે પહોંચી તેઓના મૃતક સ્વર્ગસ્થોની જે જગ્યાએ અંતિમ ક્રિયા કરી હોય તે જગ્યાએ જઈ દીવો, અગરબત્તી, ફુલહાર તેમજ ફળફળાદિ તથા પૂર્વજોને જે પ્રિય હોય તે ચીજ વસ્તુઓ મુકી તેમને સાચા અર્થમાં ભાવાંજલી આપતા હોય છે.

દેવીપૂજક સમાજની બહેનો હૈયાફાટ રૂદન કરી સમાધિ સ્થળે પૂષ્પાંજીલ અર્પે છે અને તેઓના પૂર્વજોને યાદ કરે છે. આજના દિવસે દેશભરમાં વસતા પટ્ટણી સમાજના લોકો પહેલો દિવાસો પાટણમાં કરે છે અને બીજો દિવાસો પોત પોતાના વતનમાં અમાસના દિવસે દિવાસો ઉજવી તેમના સ્વર્ગસ્થોને અંજલી અર્પે છે.

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

 

 

 

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!