કાલાવડ શહેરમાં નગરપાલિકાની ચૂટણી પહેલા કોંગ્રેસને ઝટકો-૧૦૦થી વધુ લઘુમતી સમાજના લોકો ભાજપમાં જોડાયા
05 ફેબ્રુઆરી 2025
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કાલાવડ લઘુમતી સમાજના મોટી સંખ્યામાં લોકોએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા છે. કાલાવડ શહેર ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેક પટવા શહેર ભાજપ પ્રમુખ નિરવ ભટ્ટ અને પૂર્વ પ્રમુખ હસુભાઈ વોરા,જિલ્લા ભાજપ યુવા પ્રમુખ ભૂમિત ડોબરીયા,જિલ્લા અનુ.જાતી મહામંત્રી મનોજ પરમાર , મહામંત્રી વિનુ ભાઈ રાખોલીયાં અને આગેવાનો ના હસ્તે ખેસ પહેરીને ભાજપમાં જોડાયા છે. લઘુમતી સમાજના આગેવાન ભાજપમાં જોડાતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની તાકાતમાં વધારો થયો છે.જ્યારે કોંગ્રેસના ચોકામાં સન્નાટો વ્યાપી ગયો છે.
કાલાવડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની એક સીટ પહેલેથી બિનહરીફ થઇ ગઇ છે ત્યારે ભાજપે ખાતુ ખોલાવી દીધું છે અને આગામી દિવસોમાં જંગી લીડથી ભાજપ નગરપાલિકાની ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.