DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

સાવધાન…!ગટરની ગુંગણામણ ભારે પડી શકે છે

સાવધાન…!ગટરની ગુંગણામણ ભારે પડી શકે છે

ગટર અને ખાળકૂવાની સફાઈ કરતી વખતે અકસ્માતથી બચવા રાખવાની થતી તકેદારીઓ

જામનગર ( નયના દવે)

ગટર સફાઈ કામગીરી દરમિયાન ગેસ ગળતરથી સફાઈ કામદારોના મૃત્યુના બનાવો બનતા હોય છે. ત્યારે ગટર અને ખાળકૂવાની સફાઈ સુરક્ષિત રીતે થાય તથા કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે ભારત સરકાર દ્વારા ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જરસ એન્ડ ધેર રિહેબીલીટેશન એક્ટ -૨૦૧૩ (M.S. Act,2013) અમલમાં મુકવામાં આવેલ છે. તો M.S. Act,2013 શું છે અને ગટર અને ખાળકૂવાની સફાઈને સુરક્ષિત કઈ રીતે બનાવી શકાય તે વિશે સમજણ મેળવીએ. તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરીએ અગત્યની માહિતી પુરી પાડી છે

 

કામે રાખનારે ગટર અથવા ખાળકૂવાની સફાઇ માટે કોઇ વ્યક્તિને કામે રાખતા પહેલાં નીચે મુજબની સલામતીની તકેદારીનું પાલન કરવું જરૂરી છે

– કામ દરમિયાન ઓછામાં ઓછી ૩ વ્યક્તિઓની હાજરી જેમાં એક સુપરવાઇઝર.

– ઝેરી ગેસ જેવાં કે હાઇડ્રોજન સલ્ફાઇડ, કાર્બન મોનોક્સાઇડ, મીથેન વગેરેની ચકાસણી કરવી.

– કામના સ્થળે ટ્રાફિક અને રાહદારી બેરિકેડ હંમેશા હોવાં જોઇએ.

– કામગીરીના સ્થળથી ૫૦ ફૂટે એક ફ્લેગ મેન હોવો જોઇએ જે આવનાર ટ્રાફિકને ૫૦૦ ફૂટ દૂરથી દેખાવો જોઇએ.

-ગટરકામદારોનું નિયમિત મેડિકલ ચેક-અપ થવું જોઇએ.

– ગટરકામદારોનું નિયમિત રસીકરણ કરવું જેથી તેઓને કોઇ શ્વસનના અંગો,ત્વચા/ ચામડી તથા અન્ય વ્યવસાયિક રોગોની સમસ્યા ઊભી ન થાય.

– કામના સ્થળ પર હાજર તમામ કામદારોને, સફાઇ કામ તથા સફાઇકામ માટે વપરાતા સાધનો તેમજ સફાઇકામ સાથે જોડાયેલ ઇજાઓ અને રોગોને અટકાવવા માટે સફાઇકામની પદ્ધતિ વિષે જરૂરી તાલીમ દર ૨ વર્ષે આપવી,

– સુપરવાઇઝર પાસે નજીકના દવાખાના તથા ક્લીનીકોના નામ, એડ્રેસ અને ફોન નંબર ઉપલબ્ધ હોવા જોઇએ.

 

ગટર/ખાળકૂવાની સફાઇ

૧ . માત્ર દિવસ દરમ્યાન અજવાળામાં કરવી.

૨ . સતત ૯૦ મિનિટથી વધારે સમયગાળા સુધી ગટર સફાઇ ન કરવી. ફરજીયાત ૩૦ મિનિટનો આરામ આપવો.

– કામના સ્થળે લેખિતમાં કામ કેવી રીતે કરવું અને અકસ્માતનાં બનાવમાં બચાવ કામગીરી કેવી રીતે કરવી તેની વિગત લગાડવી.

– જો ઊભી ગટરમાં ઉપરથી અંદર ઉતરવાનું હોય તો હારનેસ દ્વારા ગટર કામદારને અંદર ઉતારવા જેથી તેઓ સીધા અંદર જઇ શકે. જ્યાં ૫ ફૂટથી વધારે ઊંડી ગટર હોય તેવા કિસ્સામાં ગટર કામદારોને સીધા બહાર કાઢવા યાંત્રિક ઉપકરણ / સાધન હોવું જોઇએ.

– સાંકડા સ્થળોની સફાઇ દરમિયાન સ્થળ પર પ્રાથમિક સારવાર અને બેભાનને બચાવી શકે તેમાં તાલીમબદ્ધ હોય તેવી વ્યક્તિ તરત જ ઉપલબ્ધ હોવી જોઇએ.

– ગટરની અંદર ઓક્સિજનની ટકાવારી ઓછામાં ઓછી ૧૯.૫ ટકા હોવી જોઇએ. જો તે ટકાવારી ૧૯.૫ ટકાથી ઓછી હોય અથવા ૨૧ ટકાથી વધુ હોય તો તેવાં સંજોગોમાં કામદારને ગટરમાં ઉતારવાં નહિં.

– તમામ કામદારોએ ગટરમાં ઉતરતા પહેલા જરૂરી સલામતી અને સુરક્ષાના સાધનો પહેરવાં તથા વાપરવાં.

– તમામ કામગીરીના સમય દરમિયાન, ગટરમાં ઉતરનાર કામદારનું સંકેતો દ્વારા અથવા કેમેરા કે CCTV દ્વારા મોનીટરીંગ કરવું.

– ગટરની અંદરના વાતાવરણમાં અચાનક/અણધાર્યા બદલાવના કિસ્સામાં શ્વાસ લેવાં માટે ઓછામાં ઓછી ૧૦ મિનિટ હવા મળી રહે તેવું ઉપકરણ પહેરવું.

 

કામ દરમિયાન કામે રાખનારે રાખવાની થતી સાવચેતીઓ

-મેનહોલમાં હવાની અવર-જવર(વેન્ટિલેશન) માટે બેટરીથી ચાલતા પંખા અને બ્લોઅર હોવાં જોઇએ.

– ગટરકામ દરમિયાન ગટરમાં હાથબત્તી તથા વાતચીત કરવાના ઉપકરણ જેવાં કે રેડિઓ લઇને અંદર ઉતરવું.

– નીચે મુજબના બચાવ કામગીરીના સાધનો કામના સ્થળ પર ઉપલબ્ધ હોવા જોઇએ:

૧. એક ટીપોય અને હારનેસ પ્રણાલી અથવા કોઇ એવી પદ્ધતિ જેથી ઘાયલ કામદારને બહાર કાઢી શકાય.

૨ .એક સ્ટ્રેચર અથવા તેવું કોઇ ઉપકરણ જેના પર ઘાયલ કામદારને લઇ જઇ શકાય.

૩ .પ્રાથમિક સારવાર માટેના સાધનો અને તેમાં તાલીમબદ્ધ વ્યક્તિ તાત્કાલિક હાજર હોવી જોઇએ.

– ગટરકામ માટે કામે રાખનારે એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા તથા તેની નિકટતાની ખાતરી કરવી.

– ગટરકામ માટે કામે રાખનારે ખાતરી કરવી કે જે ગટર કામદારને કામ સોંપવામાં આવેલ છે તેનો રૂ. ૧૦ લાખનો જીવન વીમો છે, જેનું પ્રીમિયમ કામે રાખનારે ભરવું.

 

ગટરકામ કર્યા પછી કામે રાખનારે ગટર કામદારની સલામતી સુરક્ષા માટે રાખવાની થતી સાવચેતીઓ

– ગંદા કપડાની સફાઇ માટે તથા બીજા સૂકા કપડા મળે તેવી વ્યવસ્થા હોવી જોઇએ.

– સફાઇ માટે સામગ્રી જેમ કે પાણી, સાબુ, સેનીટાઇઝર અને પૂરતી માત્રામાં સ્કીન ક્રીમ ઉપલબ્ધ હોવી જોઇએ.

– ગટરકામ દરમ્યાન થયેલ કોઇ પણ ઇજા અથવા શ્વસનને લગતી તકલીફ કે કોઇ ચામડીને

લગતી સમસ્યાનો તાત્કાલિક ઉપચાર કરવો.

 

ગટર અને ખાળકૂવાનું અસુરક્ષિત કામ બંધ કરવાં આપણે શું પગલાઓ લઇ શકીએ?

-ગટર અને ખાળકૂવાનું સુરક્ષિત અને અસુરક્ષિત કામ કોને કહેવાય તેને સમજીએ અને અન્ય લોકોને સમજાવીએ.

– ગટર અને ખાળકૂવાની સફાઇમાં જોડાયેલ તમામ કામદારોનો રૂ. ૧૦ લાખનો જીવન વીમો કામે રાખનારે લીધો છે કે નહીં તેની તપાસ કરવી. જો વીમો ન લીધો હોય તો તાત્કાલિક વીમા ઉતરાવવા માટે કામે રાખનારને રજૂઆત કરવી.

– ગટર અને ખાળકૂવાની સફાઇનું જોખમી અને અસુરક્ષિત કામ કરવું નહીં અને અન્યોને તેવું કામ ન કરે તે માટે સમજાવવાં.

– કામે રાખનાર M.S.Act,2013માં દર્શાવેલ વ્યક્તિગત સુરક્ષા, સલામતીના અને અન્ય સફાઇના સાધનો પૂરતાં પ્રમાણમાં ખરીદે અને કામ દરમિયાન તે સાધનોનો ઉપયોગ થાય તે માટે રજૂઆતો કરવી.

– કામે રાખનાર ઉપર દર્શાવેલ કામ પહેલાં, દરમિયાન અને બાદમાં પૂરતી તકેદારી રાખે તે માટે રજૂઆતો કરવી.

– કામે રાખનાર કોઇ પણ વ્યક્તિને અસુરક્ષિત રીતે ગટર/ખાળકૂવાની સફાઇ કરાવતાં ધ્યાનમાં આવે તો તરત જ પોલીસને અથવા ૧૪૪૨૦ નંબર પર જાણ કરવી.

– સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર M.S.Act,2013 કાયદામાં સમાવિષ્ટ ઉપરની જોગવાઇઓનું યોગ્ય રીતે પાલન કરે, સાધનો માટે નાણાં ફાળવે અને કામે રાખનાર પાસે યોગ્ય પાલન કરાવે તે માટે રજૂઆતો કરવી.

 

 

ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એક્ટ૨૦૧૩ (M.S.Act, 2013)

ગટર અને ખાળકૂવાની સફાઇ સુરક્ષિત રીતે થાય તથા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારત સરકાર દ્વારા ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એક્ટ, ૨૦૧૩ (M.S.Act,2013) અમલમાં મુકવામાં આવેલ છે.

– ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એક્ટ, ૨૦૧૩ (M.S.Act,2013) ની કલમ-૭ અને કલમ-૯ ની જોગવાઇ મુજબ કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા સીધી કે આડકતરી રીતે કોઇ પણ વ્યક્તિને ગટર કે ખાળકૂવો સાફ કરવા જોખમી કામે રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

– એક્ટના ઉલ્લંઘન બદલ એટલે કે, ગટર/ખાળ કૂવાની સફાઇની કામગીરી માટે ગટર/ખાળકૂવામાં ઉતરનાર અને ઉત્તરાવનારને પણ એક્ટની કલમ-૩ અને કલમ-૯ મુજબ ૬(છ) મહિનાથી ૨ (બે) વર્ષ સુધીની જેલની સજા તથા રૂ. ૧.૦૦ લાખથી રૂ. ૫.૦૦ લાખ સુધીના દંડની જોગવાઇ છે.

-ગટર કે ખાળકૂવાની સફાઇના કામે રાખવું એ બિન જામીન પાત્ર ગુનો છે જેમાં પોલીસ તરત જ ધરપકડ કરી શકે છે.

 

ગટર અને ખાળકૂવાની “અસુરક્ષિત સફાઇ” એટલે શુ?

“અસુરક્ષિત સફાઇ” એટલે ગટર અને ખાળકૂવાની જાતે/હાથથી સફાઇ માટે કોઇ પણ વ્યક્તિને કામે રાખનાર સંસ્થા/સરકાર/વ્યક્તિ વગેરે કાયદા હેઠળ નક્કી કરેલી અપવાદરૂપ કામગીરી માટે વ્યક્તિગત સુરક્ષાના સાધનો, સફાઇના સાધનો પૂરા ન પાડે અને સુરક્ષાની તકેદારીનું ધ્યાન ન રાખે તેને “અસુરક્ષિત સફાઇ” કહેવાય.

– M.S.Act,2013માં દર્શાવ્યા મુજબ નીચેના અપવાદરૂપ સંજોગો સિવાય કોઇ પણ વ્યક્તિને ગટર કે ખાળકૂવાની જાતે/હાથથી સફાઇ માટે રાખી શકાય નહી કે પરવાનગી આપી શકાય નહી.

-કોન્ક્રીટને કે તૂટેલા મેનહોલના ઢાંકણાને દૂર કરવા જ્યાં સાધનોનો ઉપયોગ ના થઇ શકે તેવા સંજોગોમાં.

-નવી લાઇનનું હયાત લાઇન સાથે જોડાણ કરવાં જ્યાં ૩૦૦ એમએમ કરતાં વધારે વ્યાસ હોય.

-ખાળકૂવાના તળિયે જ્યાં સબમર્શીબલ પંપ રાખેલ હોય તેને દૂર કરવાં.

-મેનહોલ કે ગટર લાઇનનું પુનઃનિર્માણ કે સુધારો કરવા માટે.

-કોઇ પણ પરિસ્થિતિમાં જ્યારે વ્યક્તિ દ્વારા સાફ સફાઇ કરવાની અનિવાર્યતા આવે ત્યારે યોગ્ય કારણો સાથે મુખ્ય અધિકારીની લેખિતમાં પરવાનગી જરૂરી છે.

૦૦૦૦૦૦૦૦૦૦

BGB

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!