JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

કાલાવડ તાલુકા હરીપરમેવાસા ગામે રહેણાંક મકાન માંથી એક ઇસમને પિસ્ટલ કિ.રૂ. ૨૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ

વાત્સલ્યમ્ સમાચાર
પ્રદીપસિંહ જી રાઠોર

જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ જામનગર જીલ્લમાં અસામાજીક પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ તપાસ રાખી દારૂ જુગાર તથા હથિયારધારા હેઠળના કેસો શોધી કાઢવા એલ.સી.બી. ના પો.ઇન્સ. ને સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ શ્રી વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી ના પો.સ.ઇ. શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી.એન. મોરી તથા સ્ટાફના માણસોએ પ્રોહી જુગાર તથા હથિયારધારા હેઠળના કેશો શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી અસામાજીક ઇસમોની પ્રવૃતિ બાબતે સચોટ માહિતી એકઠી કરવામાં આવેલ.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના હરદીપભાઈ બારડ, મયુરસિંહ પરમાર તથા રૂષિરાજસિંહ વાળાને મળેલ સંયુકત હકિકત આધારે આરોપી અરમાનભાઇ ઉર્ફે ભોલીયો ડાડાભાઇ હાલેપોત્રા રહે. હરીપરમેવાસા તા.કાલાવડ જી.જામનગર વાળાના રહેણાંક મકાન માંથી લાયસન્સ પરવાના વગરની એક પિસ્ટલ કિ.રૂ. ૨૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર વિરૂધ્ધ પો. કોન્સ. રૂષીરાજસિંહ વાળાએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. એસ.જી.વાળાએ હથિયાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. હથિયાર સપ્લાય કરનાર મહેશભાઈ નારણભાઇ રાઠવા રહે. ધુનધોરાજી રમેશભાઈ પટેલની વાડીમા તા.કાલાવડ જી.જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન. મોરી તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, રૂષી રાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધમેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!