DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

WORLD HEALTH DAY:::દર્દીઓની સેવા માટે ઓઇલ રીફાઇનરીનુ ઉમદા પગલું

WORLD HEALTH DAY:::દર્દીઓની સેવા માટે ઓઇલ રીફાઇનરીનુ ઉમદા પગલું

નયારા એનર્જી દ્વારા જી. જી. હોસ્પિટલના તમામ  વિભાગોને લેપટોપ અર્પણ કરાયા

જામનગર ( ભરત ભોગાયતા)

 

દર વર્ષે વિશ્વમાં તા. 7 એપ્રિલના રોજ ‘વર્લ્ડ હેલ્થ ડે’ એટલે કે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વના લોકોના સ્વાસ્થ્ય, સલામતી અને હિતની જાળવણી માટે આ દિવસે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. આ જ દિવસે વર્ષ 1948 માં આંતરરાષ્ટ્રીય સ્તરની સુપ્રસિદ્ધ સંસ્થા ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ એટલે કે W. H. O. ની સ્થાપના કરવામાં આવી હતી. આ વર્ષની થીમ છે ‘હેલ્થ ફોર ઓલ’ -એટલે કે ‘બધા માટે સ્વાસ્થ્યની જાળવણી…’

આ વર્ષે W. H. O. જાહેર આરોગ્ય અને સલામતીની જાળવણીના 75 વર્ષ પૂર્ણ કરશે. જામનગરની સુપ્રસિદ્ધ ગુરુ ગોબિંદસિંહ હોસ્પિટલને ‘વર્લ્ડ હેલ્થ ડે સેલિબ્રેશન’ ના ભાગરૂપે નયારા એનર્જી અને જામનગરના ભૂતપૂર્વ કલેકટર શ્રી રવિશંકરના પ્રયાસોથી હોસ્પિટલના તમામ  વિભાગોના વડાઓને તેમના વિભાગ માટે લેપટોપ અર્પણ કર્યા હતા.

અત્રે હોસ્પિટલમાં ઠેર- ઠેરથી વિવિધ રોગોની સારવાર માટે દર્દીઓ આવતા હોય છે. આ દર્દીઓની સારવાર વધુ સારી રીતે થઈ શકે, તેમને મદદરૂપ થઈ શકાય અને ટેલિમેડીસીન માટે મદદ મળી રહે તે માટે લેપટોપથી ઘણી મદદ મળી રહેશે.

સમગ્ર આયોજન અને લેપટોપ અર્પણ સમયે શ્રી એમ.પી.શાહ મેડીકલ  કોલેજના ડીન ડો.નંદીની દેસાઇ જી.જી.હોસ્પીટલના સુપ્રી. ડો.દીપક તિવારી નયારા એનર્જી ઓઇલ રીફાઇનરી ના અધીકારીઓ તેમજ આ સરકારી  હોસ્પીટલના  જુદા જુદા વિભાગોના વડાઓ અને સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

===============

*ટેલિમેડીસીન એટલે શું ??* આવો જાણીએ……

ટેલિમેડીસીન એ આધુનિક મેડિકલ સાયન્સની દેન છે. જે પદ્ધતિમાં દર્દી અને તેમના આરોગ્ય, સંભાળ અને કાઉન્સેલિંગ માટે દૂર બેઠા- બેઠા પણ તેઓ ડોક્ટરનું માર્ગદર્શન મેળવી શકે છે. આજકાલ સમયના ભાવના કારણે દરેક વ્યક્તિ હોસ્પિટલમાં એપોઈન્ટમેન્ટ માટે પહોંચી શકતા નથી. ત્યારે વિડિયો કોન્ફરન્સ અથવા ફોન કોલ દ્વારા એપોઈન્ટમેન્ટ અને કાઉન્સેલિંગ મેળવી શકે છે. આ સુવિધાથી દર્દી અને ડોક્ટર બંનેનો સમય અને નાણાં બચે છે. તેમજ દર્દીઓને ગંભીર પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર ઉપલબ્ધ બને છે તેમ પણ સમગ્ર માહિતી આપતા જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ વિરેન્દ્રસિંહ પરમાર અને જલકૃતિ મહેતા એ જણાવ્યુ છે

@_______________

BGB

gov.accre.Journalist
jamnagar
8758659878

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!