GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: “પ્લાસ્ટિકમુક્ત ભારત”ના નિર્માણમાં જસદણ નગરપાલિકાની નવતર પહેલ

તા.૧૧/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

જસદણના નગરજનોને સખીમંડળની બહેનો બનાવી આપશે કાપડની નિ:શુલ્ક થેલી

Rajkot, Jasdan: હાલમાં સમગ્ર ભારતમાં પ્લાસ્ટિક પ્રદૂષણ સતત વધી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીની ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ની નેમને સાર્થક કરવા જસદણ નગરપાલિકા દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે.

જસદણ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ અન્વયે તા. ૧૨ અને ૧૩ જૂન દરમિયાન રામેશ્વર નગર ચિતલીયા રોંડ જસદણ ખાતે ”MY THELI” ઇવેન્ટ યોજવામાં આવશે. જયાં સવારના ૧૦:૦૦ થી ૦૨:૦૦ અને બપોરે ૦૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાનમાં નગરપાલિકા સાથે જોડાયેલા સ્વ સહાય જુથો (સખી મંડળ)ના બહેનો દ્વારા જે નગરજનો પોતાના ઘરના જુના કાપડ લઈને આવશે તેઓને જુના કપડાંની થેલી વિનામૂલ્યે સ્થળ પર બનાવી આપવામાં આવશે.

જસદણ નગરપાલિકાને પ્લાસ્ટિકમુક્ત કરવા સહભાગી બનવા અને કાપડની થેલીનો જ ઉપયોગ કરવા તથા વધુ માહિતી માટે જસદણ નગરપાલિકા મો.નં. ૯૭૨૬૬૧૩૦૮૯ નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!