GUJARATJASDALRAJKOT

Jasdan: રાજયસરકારના ‘‘સેવા સેતુ કાર્યક્રમ’’ અન્વયે જસદણના ૧૪૨૪ અરજદારોની તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ

તા.૧/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Jasdan: રાજયના નાગરિકોને રાજયસરકારની વિવિધ યોજનાઓના ઘરઆંગણે જ લાભ લાભ આપવાના ઉદ્દેશયથી ‘‘’સેવા સેતુ’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે અન્વયે રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમ સેવા સેતુ થકી, અરજદારોની અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ આવી રહ્યો છે.

રાજકોટ જિલ્લાની જસદણ મામલતદાર કચેરી ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ડીવર્મીંગની ૭૧૭ અરજીઓ, હેલ્થ વેલનેસ કાર્ડની ૫૩૪ અરજીઓ, મેડીસીન સારવારની ૫૩ અરજીઓ, રાશન કાર્ડની ૪૬ અરજીઓ, પશુઓની ગાયનેકોલોજીકલ સારવારની ૨૦ અરજીઓ, રસીકરણની ૧૯ અરજીઓ, આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તનની ૧૮ અરજીઓ,વિધવા સહાયની ૫ અરજીઓ એમ કુલ ૫૬ જેટલી સેવાની ૧૪૨૪ અરજીઓ મળી હતી, જે તમામનો ૧૦૦ ટકા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો, તેમ જસદણ મામલતદારની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!