નવાગામના વાતની જેસીંગભાઈ વનાવભાઈ વસાવાને રાષ્ટ્રીય માનવ સેવા રત્ન એવોર્ડ”થી સન્માનિત કરાયા,
વાત્સલ્ય સમાચાર
ડેડીયાપાડા
સામાજિક સેવા આપનાર જેસીંગ વસાવાને નવી દિલ્હી ખાતે રાષ્ટ્ર માનવ સેવા રત્ન એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા,
ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ પ્રોટેક્શન કાઉન્સિલ ન્યુ દિલ્હી (ભારત) દ્વારા લિટલ થિયેટર ગ્રુપ ઓડિટોરિયમ મંડી હાઉસ નવી દિલ્હી ખાતે તા.૧૪મી નવેમ્બરનાં રોજ “રાષ્ટ્રીય માનવ સેવા રત્ન એવોર્ડ- ૨૦૨૪” યોજાયો હતો.જેમાં ભારતના જુદા જુદા રાજ્યોમાંથી આવેલા કુલ મળી ને 125 જેટલા દેશભક્ત, સમાજ સેવકો, પત્રકારો, ડોકટરો, વકીલો, પોલીસ કર્મચારીઓનું “રાષ્ટ્રીય માનવ સેવા રત્ન એવોર્ડ-૨૦૨૪થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એન્ટર નેશનલ ઈન્ટરનેશનલ. હ્યુમન રાઈટ પ્રોટેક્શન કાઉન્સિલ દક્ષિણ ગુજરાતનાં સેક્રેટરી એવા જેસીંગભાઈ નવાભાઈ વસાવા રહે નવાગામ (ડેડી) તા. ડેડીયાપાડા જી. નર્મદા જેમને શ્રેષ્ઠ સામાજિક કામગીરીને ધ્યાનમાં રાખી “રાષ્ટ્રીય માનવ સેવા રત્ન એવોર્ડ- ૨૦૨૪” અને સર્ટિફિકેટ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેને લઈને ગ્રામજનો તેમજ ગામના આગેવાનો માં ખુશીઓનાં આંસુઓ આંખોમાં છલકાયા હતા.