વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૧ જુલાઈ : જવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટે પ્રવેશ પ્રક્રીયાના ફોર્મ ભરાવવાનો પ્રારંભ થયો છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૯ જુલાઇ,૨૦૨૫ રહેશે. પ્રવેશ પ્રક્રીયા તારીખ ૧૩ ડિસેમ્બર ૨૦૨૫, સમય ૧૦.૦૦ કલાક યોજાશે. https://cbseitms.rcil.gov.in/nvs/index/registration પર ફોર્મ ભરી શકાશે. ધો.૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ, શિક્ષકો તથા તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર- ૯૮૭૯૧૯૨૦૩૯ પર સંપર્ક કરી શકશે તેવું જવાહર નવોદય વિદ્યાલય ડુમરાના આચાર્યશ્રીની અખબાર યાદીમાં જણાવાયું છે.