BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર રિદ્ધિ- સિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે ઉડાન ફાઉન્ડેશન દ્વારા જોય ફેસ્ટ 2025 કાર્યક્રમ યોજાયો
24 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ખાતે 23 જૂન ના રોજ ઝૂંપડપટ્ટી તથા ગરીબ અને નિ:સહાય દિવ્યાંગ બાળકોની સેવા અર્થે ઉડાન ફાઉન્ડેશન દ્વારા પાલનપુર ખાતે આવેલ રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટમાં આ કાર્યક્રમનું આયોજન ઉડાન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુરના જાદુગર વિશ્વા (પ્રકાશભાઈ જોષી) નો જાદુશો તેમની ટીમ સાથે કરવામાં આવેલ.જેમાં શો જોવા માટે ઝૂંપડપટ્ટી તથા શ્રમિક પરિવારના બાળકોને આનંદ અને પ્રતિભા ખીલે તે હેતુથી પ્રેક્ષકો ને મંત્રમુગ્ધ કરી દે તેવું મનોરંજન પીરસ્યું હતું . આ પ્રોગ્રામ દ્વારા અંધશ્રદ્ધા નિવારણ અર્થે તથા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.