યુવા ખેલાડીઓના ઉન્નતિ માટે આજે સરદાર પટેલ રમત સંકુલ, જુનાગઢ ખાતે જિલ્લા કક્ષાની યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન માર્ગદર્શન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા રમત વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ શિબિરમાં જૂનાગઢ ગ્રામ્ય અને મહાનગરપાલિકા કક્ષાએથી અંદાજે ૧૦૦ થી વધુ વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન DLSS યોજના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. તેમજ સરકારશ્રી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતગમત ક્ષેત્રે આપવામાં આવતા વિવિધ લાભો અને સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વાલીશ્રીઓને તેમના બાળકો માટે રમત ક્ષેત્રે ઉપલબ્ધ અવસરો અને શિબિરના ઉદ્દેશ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ તકે DLSS યોજનાના મેડાલિસ્ટ ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા, જેમણે પોતાની સફળતાની સફર અને DLSS યોજના દ્વારા પ્રાપ્ત કરેલા લાભો અંગે માહિતી આપી. કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું, અને કાર્યક્રમની સમાપ્તિ અલ્પાહાર સાથે કરવામાં આવી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ