જુનાગઢ લોકસભાના યુવા સંસદ અને ચોરવાડના પનોતા પુત્ર શ્રી રાજેશભાઈની માદરે વતનમાં નવા વર્ષની ઉતમ ભેટ વર્ષો થી બિસ્માર રોડનું કામના રૂપિયા ૩.૫૧ કરોડ મંજૂર કરાવ્યું.
જુનાગઢ લોકસભાના યુવા સંસદ અને ચોરવાડના પનોતા પુત્ર શ્રી રાજેશભાઈની માદરે વતનમાં નવા વર્ષની ઉતમ ભેટ વર્ષો થી બિસ્માર રોડનું કામના રૂપિયા ૩.૫૧ કરોડ મંજૂર કરાવ્યું.
જૂનાગઢ લોકસભા ના યુવા સાંસદ અને ચોરવાડ શહેર ના પનોતા પુત્ર શ્રી રાજેશ ચુડાસમા દ્વારા પોતાના માદરે વતન ના ગામ માં નવા વર્ષ ના પ્રારંભે જ રોડ રસ્તા ની ભેટ આપી છે જીવન બાગ પાસે થી લઇ બસ્ટેન્ડ થઇ પોસ્ટ ઓફિસ થઈ સોમનાથ દ્વારકા નેશનલ હાઇવે ને જોડતો રોડ અતિ બિસ્માર હાલતમાં હોય નાના મોટા વાહન ચાલકો રાહ દારીઓ ત્રાહિમામ પોકારતા હતા. જેના અનુસંધાને સાંસદ શ્રી રાજેશ ભાઈ ચુડાસમા દ્વારા સિમેન્ટ રોડ બનાવવા માટે રાજ્ય/કેન્દ્ર સરકાર માં ધારદાર રજૂઆત કરવામાં આવેલ હતી આ રજૂઆત ને ધ્યાને લઈ રાજ્ય સરકાર શ્રી દ્વારા યોગ્ય ગણી તાત્કાલિક સિમેન્ટ રોડ બનાવવા માટે રૂ.૨,૫૧,૦૦,૦૦૦/- ( અંકે રૂપિયા બે કરોડ એકાવન લાખ પૂરા ) મંજૂર કરવામાં આવ્યા અને રોડ ના કામ માં વધુ રૂ.૧,૦૦,૦૦,૦૦૦,( અંકે રૂપિયા એક કરોડ પૂરા ) ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે આવા આ ઉમદા કાર્ય થી આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે અને સાંસદ શ્રી ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ