વિજાપુર મોરવાડ હાઇસ્કૂલમાં વર્ષ 2026નું અનોખું સ્વાગત કરાયુ

વિજાપુર મોરવાડ હાઇસ્કૂલમાં વર્ષ 2026નું અનોખું સ્વાગત કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મોરવાડ હાઇસ્કૂલ ખાતે વર્ષ 2026ના નવા વર્ષની ઉજવણી પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતી અનોખી રીતે કરવામાં આવી હતી. શાળાના સીનીયર શિક્ષક આર.કે. પટેલ દ્વારા “વેલકમ 2026” અંતર્ગત નવા વર્ષની શુભકામનાઓ સાથે પ્રેરણાદાયક પ્રવચન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે સ્ત્રી સશક્તિકરણને મહત્વ આપતાં શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ દ્વારા સોપારી પૂજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. શાળાની શિક્ષિકા બહેનોએ દરેક દીકરીને કુમકુમ તિલક કરીને નવા વર્ષની એકબીજાને હાર્દિક શુભેરછાઓ પાઠવી હતી.
સાથોસાથ ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવતા ગરબા, આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર શાળા પરિસરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ શાળાના દરેક વિદ્યાર્થીઓએ ગુરુ વંદના કરી ગુરુજનોના આશીર્વાદ મેળવી વર્ષ 2026નું હાર્દિક સ્વાગત કર્યું હતું. શૈક્ષણિક સાથે સંસ્કારાત્મક મૂલ્યોને સમર્પિત અનોખી અને સ્મરણિય રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.



