JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURALVANTHALI

ખાણ ખનીજ અને મામલતદાર વંથલીની ટીમ દ્વારા સંયુક્ત રીતે ખનીજ ચોરી અટકાવવા કડક કાર્યવાહી

અનઅધિકૃત રીતે રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા ૫ ટ્રક સીઝ કરાયા

ખાણ ખનીજ અને મામલતદાર વંથલીની ટીમ દ્વારા સંયુક્ત રીતે ખનીજ ચોરી અટકાવવા કડક કાર્યવાહી:  અંદાજે ૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

જૂનાગઢ તા.૧    ખોખરડા ફાટકથી ગાદોઈ ગામ તરફ જવાના રસ્તે ડાબી બાજુ રેતી ચાળવાના ચારણા ખાતે આકસ્મિક રીતે ચેકિંગ હાથ ધરતા અનઅધિકૃત રીતે રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા ૫ ટ્રક ઝડપાયા હતા અને તેને સીઝ કરી તંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

        કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ખાણ ખનીજ કચેરી, જૂનાગઢ અને મામલતદાર વંથલીની ટીમે સંયુક્ત રીતે ખનીજ ચોરી અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમા આજે આકસ્મિક રીતે તપાસમાં પ ટ્રક સાદી રેતીથી ભરેલા ઝડપાયા હતા. આ ટ્રકોને ડીટેઈન કરવાની સાથે તેનો વજન કરી પોલીસ વિભાગનો સોંપવામાં આવેલ છે. આમ, અંદાજે ૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!