માળીયાહાટીના તાલુકાના રૂ.૨.૩૭ કરોડના ૭૮ વિકાસ કામો મંજૂર, ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધાને મળશે વધુ મજબૂતી
માળીયાહાટીના તાલુકાના રૂ.૨.૩૭ કરોડના ૭૮ વિકાસ કામો મંજૂર, ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધાને મળશે વધુ મજબૂતી

માળીયાહાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારની જન સુવિધા અને સુખાકારીમાં વધારો કરતા અંદાજે રૂ.૨.૩૭ કરોડના ૭૮ વિકાસ કામો મંજૂર થયા છે.જિલ્લા આયોજન મંડળની બેઠકમાં માળીયાહાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વેગ મળે તે માટે જુદા જુદા વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં સામાન્ય વિસ્તારમાં રૂ.૨.૧૩ કરોડના ૬૭ વિકાસ કામો મંજૂર થયા છે. જેમાં સીસી રોડ અને પેવર બ્લોક ઉપરાંત કોઝ-વે, પૂર સંરક્ષણ દિવાલ, પ્રાથમિક શાળાના શેડ, કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રજાલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા છે.જિલ્લા આયોજન મંડળની જોગવાઈ મુજબ અનુસૂચિત જાતિ વિસ્તારમાં રૂ.૨૪.૩૫ લાખના ૧૧ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં સી.સી રોડ, કોઝ- વે, બોર અને સબમર્સીબલ મોટર, પેવર બ્લોક વગેરે કામોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જિલ્લા આયોજન મંડળની બેઠક વર્ચ્યુઅલી જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને અને સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં ઉક્ત વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




