જાહેરમાં કચરો ફેકનાર આસામીઓ સામે મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા દંડનીય કાર્યવાહી…
મહાનગરપાલિકા,જુનાગઢ માં નોંધાયેલ મિલ્કત ધારકો કે જેને વર્ષ-૨૦૨૪/૨૫ ના વર્ષનો સંપૂર્ણ મિલ્કત વેરો ભરપાઈ કરેલ છે.તે તમામ મિલ્કત ધારકોને મહાનગરપાલિકા, જુનાગઢ તરફથી મિલ્કત વેરો ભર્યાની ઓરીજનલ પહોંચ રજુ કર્યેથી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સુકો કચરો અને ભીના કચરાની વિના મુલ્યે ૨-નંગ ૧૦ લીટર ડસ્ટબીન (બ્લુ અને લીલી)નું ઘર વેરા શાખાના વોર્ડ નં.૧ થી ૧૩ અને ૨૨ના શહેરીજનો માટે શહેરી મિલ્કત ધારકો માટે સ્થળ: શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે તેમજ ઘર વેરા શાખાના વોર્ડ નં.૧૪,૧૫ અને ૧૬ના શહેરીજનો માટે દોલતપરા ઝોનલ ઓફીસ ખાતે અને ઘર વેરા શાખાના વોર્ડ નં.૧૭ અને ૧૮ના શહેરીજનો માટે જોશીપુરા ઝોનલ ઓફીસ (સોરઠ ભવન) ખાતે અને વોર્ડ નં.૧૯,૨૦ અને ૨૧ના શહેરીજનો માટે ટીંબાવાડી ઝોનલ ઓફીસ ખાતેથી ડસ્ટબીન મેળવી લેવી .
સ્વચ્છ મિશન ભારત (અર્બન)ની ગાઈડ લાઈન મુજબ તા:૦૧/૧૦/૨૦૨૪થી તમામ નગરજનો પાસેથી સુકો અને ભીનો કચરો અલગ અલગ કરી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનમાં અલગથી લેવામાં આવશે.
આ ઉપરાંત કોઈ વ્યક્તિ કે આસામી દ્વારા જાહેરમાં કચરો ફેકતા સી.સી.ટી.વી. કેમેરામાં અથવા અધિકારી/કર્મચારીને જોવા મળશે તો મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.જેની શહેરીજનોએ નોંધ લેવી.