JUNAGADHVANTHALI

વંથલીના બંધળા પ્રાથમિક શાળામાં નાણા વિભાગના ઉચ્ચ અધિકારી શ્રી મોતીભાઈ રબારીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો

વંથલીના બંધળા પ્રાથમિક શાળામાં નાણા વિભાગના ઉચ્ચ અધિકારી શ્રી મોતીભાઈ રબારીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો

રાજ્ય સરકારના શિક્ષણ પ્રત્યેના સંવેદનશીલ અભિગમ અને શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત આજરોજ વંથલી તાલુકાના બંધળા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર અને લોકભાગીદારી સાથે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ગાંધીનગરથી પધારેલા મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના અધિકારી શ્રી મોતીભાઈ રબારીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે શાળા પ્રવાસ કરવા જઈ રહેલા ભૂલકાઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શિક્ષણના મહત્ત્વ, બાળકના સર્વાંગી વિકાસમાં શાળાની ભૂમિકા તેમજ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સમાજની સહભાગિતાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને નિયમિત અભ્યાસ, સંસ્કાર અને ઉત્તમ નાગરિક બનવા માટે પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનો અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગીદારી નોંધાવી હતી, કાર્યક્રમના સફળ આયોજન બદલ બંધળા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, વાલીગણ, ગ્રામજનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના વાલીગણ, વિદ્યાર્થીઓ, ગ્રામજનો, શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી)ના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ સરપંચશ્રી સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!