જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
રાજય સરકાર ધ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનોના પ્રશ્નોનાં ન્યાયિક ચોકકસ તથા ઝડપી ઉકેલ માટે રાજય વ્યાપી “સેવા સેતુ” કાર્યક્રમ તૃતીય તબકકાનો પ્રારંભ કરવામાં આવેલ છે.જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર,જિલ્લા પંચાયત તથા મહાનગર પાલિકા, જુનાગઢના સંયુકત ઉપક્રમે શહેરની જાહેર જનતા માટે સેવાસેતુનો કાર્યક્રમ તા.૨૦/૦૯/૨૦૨૪ના રોજ ડૉ.આંબેડકર ભવન,સક્કરિયો ટીંબો,અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં દુબળી પ્લોટ પાસે,જુનાગઢ ખાતે પ્રારંભ સંજયભાઈ કોરડીયા માન.ધારાસભ્યશ્રીના વરદ હસ્તે તેમજ શ્રી જયેશભાઈ પી.વાજા.આસી.કમિશનર,શ્રી વત્સલાબેન દવે પ્રોગ્રામ ઓફિસર (આઈ.સી.ડી.એસ.),શ્રી ત્રિવેદી સાહેબ મામલતદાર, શ્રી યકીનભાઈ શિવાણી પ્રોગ્રામ ઓફિસર ડીઝાસ્ટર, શ્રી રાઠવા સાહેબ લીડ બેંક મેનેજર,શ્રી રાજુભાઈ મહેતા સ્ટોર કીપર,શ્રી જીગ્નેશભાઈ પરમાર ઓફીસ સુપ્રી.,શ્રી વિરલભાઈ જોષી હાઉસ ટેક્ષ સુપ્રી.,શ્રી હાજાભાઇ ચુડાસમા ઈલે.ઈજનેર,શ્રી મનોજભાઈ રૂપાપરા રેવન્યુ ટેક્ષ સુપ્રી.,શ્રી મેહુલભાઈ બાલસ ઈ.ડી.પી.મેનેજરની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે.
તેમજ સ્વાગત પ્રવચન શ્રી જયેશભાઈ વાજા આસી.કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું.અને જણાવવામાં આવ્યું હતું કે, સરકારશ્રીના જુદા-જુદા ૧૩ વિભાગોની ૫૫ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.જેનો સૌ લાભાર્થીઓએ ચોક્કસ પણે લાભ લેવો જોઈએ.
શાબ્દિક પ્રવચન શ્રી સંજયભાઈ કોરડીયા માન.ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે,શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે બાબતે ગુજરાત સરકાર ખુબ ગંભીર છે. અને શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સરકારશ્રી સતત પ્રયત્નશીલ છે.તેમજ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગુજરાત સરકાર આપના દ્વારે આવી છે.જેમાં સૌ શહેરીજનો વધુ માં વધુ લાભ મેળવશે ત્યારે સેવાસેતુનો ઉદેશ્ય સાર્થક થશે.
રાજય સરકાર ધ્વારા વહીવટીતંત્રને પારદર્શક, સંવેદનશીલ અને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારના વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર ધ્વારા અનેકવિધ યોજનાઓ, સહાયો,જાહેર સેવાઓને લગતા પ્રશ્નો વગેરે બાબતે કુલ રર સ્ટોલ કાર્યરત કરવામાં આવેલ છે. સરકારશ્રી નાં જુદા-જુદા ૧૩ વિભાગોની ૫૫ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. જેમાં આધારકાર્ડ નોંધણી,મા અમૃતમકાર્ડ નોંધણી, જન્મ મરણ નોંધણી, સખી મંડળ, જનધન યોજના,મામલતદાર કચેરી ધ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર, આવકના દાખલા, જાતીના દાખલા, જુદી-જુદી બેંકો ધ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ, સ્વરોજગાર યોજના ગુજરાત એસ.ટી. નિગમ ધ્વારા માસીક પાસ તથા ઓનલાઈન રીર્ઝવેશન વગેરે બાબતોના સ્ટોલ કાર્યરત કરવામાં આવેલ અને વ્યકિતલક્ષી રજૂઆત પણ ધ્યાને લઈ તેનો નિકાલ કરવામાં આવેલ છે તેમજ આ કાર્યક્રમ દરમ્યાન શહેરીજનો ધ્વારા જુદા-જુદા વિભાગોની કુલ-૨૦૪૯ અરજી કરવામાં આવેલ, જેમાંથી તમામ અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ.
આ તકે કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ રાજય સરકારશ્રીના વિવિધ વિભાગના કર્મચારીશ્રીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હારૂનભાઈ વીહળ દ્વારા કરવામાં આવ્યું હતું.